Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

૧૯ર વર્ષ પ્રાચીન તીર્થ

માંડવી ચોક દેરાસરમાં માણીભદ્ર દાદાનો હોમાત્મક હવન યોજાયો

પ.પુ.આ.ભ.પુણ્યોદયસાગરજી મ.સા.,પૂ.વિપુલયશાશ્રીજી મ.સ.તથા પૂ.વ્રતધારાવીજી મ.સ.ની શુભ નિશ્રા

રાજકોટ તા. ૧૩ :  ૧૯ર વર્ષ પ્રાચીન તીર્થ સુપાર્શ્વનાથદાદાનાં જીનાલય, માંડવી ચોક દેરાસરમાં  અધિષ્ઠાયક દેવશ્રી માણીભદ્રદાદાનો હોમાત્મક હવન ત્થા સુખડી પ્રસાદ યોજાયેલ.ે હવન સવારે ૯ વાગ્યે શરૂ થયેલ.૧૧.૧પ મિનિટે બીડું હોમવામાં આવેલ. હવન બાદ સાધર્મિક ભકિત (તીખી સેવ, સુખડી તથા ચણા) નો પ્રસાદ  આપવામાં આવેલ.

હવનમાં બેસવાનો લાભ સૌભાગ્યચંદભાઇ મોનજીભાઇ કોઠારી-શ્રીમતી ગજુમતિબેન સૌભાગ્યચંદભાઇ કોઠારી પરિવારે લીેધેલ હતો.

સાધર્મિક ભકિત પ્રસાદનો લાભ સ્વ.લતાબેન ભરતભાઇ ઉદાણી સ્વ. ભરતભાઇ જયસુખભાઇ ઉદાણી, હ.કબુલભાઇ ભરતભાઇ ઉદાણીએ લીધેલ હતો.

હવનમાં આચાર્ય પુ.પુ.યોદયસાગરજી મહારાજા સાહેબ, સાધ્વીજી ભગવંતશ્રી વિપુલયશાશ્રીજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી શ્રી વ્રતધારાવીજી મહારાજ સાહેબે શુભનિશ્રા પ્રદાન કરી હતી.

ભકિતકાર ધર્મેશભાઇ દોશી ભકિતસંગીત રજુ કરેલ. વિધીકારક જયેશભાઇ શાસ્ત્રી હોમાત્મક હવન કરાવેલ.

માણીભદ્રદાદાને પક્ષાલ સવારે ૭-૩૦ વાગે શરૂથયેલ. કેસરનો પક્ષાલ ચંદનપુજા, ફુલ પુજા વગેરે બોલીની શરૂઆત ૭.૩૦ વાગ્યે શરૂ થઇ હતી. જેનો લાભ શ્રાવક-શ્રાવીકાઓએ   લીધેલ હતો. જયારે હવનમાં સુકોમેવો, કેસરવાળી ખીર, સુખડના લાકડા હોમવામાં આવેલ.

આ ભવ્ય હોમાત્મક હવન ત્થા સાધર્મિક ભકિતમાં ટ્રસ્ટીગણ કેતનભાઇ વોરા, ભાવેશભાઇ વોરા, જયેશભાઇ દોશી, જયંતભાઇ મહેતા, કેવિનભાઇ દોશી, શ્રેણીકભાઇ દોશી, ઉતમભાઇ રામસીના, કમલેશભાઇ લાઠીયા, પંકજભાઇ કોઠારી, જીતુભાઇ ચા વાળા ત્થા મહાસુખભાઇ રામાણી વગેરે જહેમત ઉઠાવી હતી.(૬.૨૧)

(3:55 pm IST)