Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આજ નવદુર્ગા રંગે રમે આનંદે રમે...ગોવિંદનગરની બાળાઓ દ્વારા રાસની રમઝટ

રાજકોટઃ અહીંનાં ગાંધીગ્રામ વિસ્તારનાં ગોવિંદનગરમાં નવર્દુગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીમાં તાલી રાસ,દાંડીયા રાસ સહિતનાં અવનવા રાસની રમઝટ ૩૦ બાળાઓ બોલાવી રહી છે. આ ગરબીમાં દર વર્ષ દિકરીઓને ઉપયોગી વસ્તુની લ્હાણી આપવામાં આવે છે. આયોજનમાં હરસુખભાઇ ડાંગર, જયેશભાઇ શીયાળ, મહેશ ડાંગર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨૮.૧)

(3:53 pm IST)