Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

રાજકોટ ચેમ્બરની AGMમાં ગેરલાયકના મુદ્દે લેવાયેલા નિર્ણય અંગે હજુ સુધી કેમ કાર્યવાહી નહિ

સામાજીક અગ્રણી રાજુભાઇ ઝુંઝાએ ઉઠાવ્યો સવાલઃ કમીટી કાં નથી નીમિઃ બે દિ'માં ફરી AGM બોલાવો

રાજકોટ, તા. ૧૩ : સામાજીક આગેવાન અને સિમ્પલ એડ એન્ડ કોમ્યુ.ના સંચાલક રાજુભાઇ ઝુંઝાએ રાજકોટ ચેમ્બરના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારોને એક પત્ર લખી સા. સભામાં નક્કી થયા મુજબની કમીટી નિમવામાં હજુ સુધી કોઇ પગલુ નહિ લેવાતા આગામી બે દિ'માં  AGM બોલાવવાની માંગ કરી  છે.

તેમણે જણાવ્યું છે કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વેપારીઓની પ્રતિષ્ઠિત સંસ્થા છે. પરંતુ થોડા સમયથી હોદ્દની ખેંચતાણના કારણે એક પેઢીની જેમ વહીવટ થઇ રહ્યો છે. ચેમ્બરના બંધારણ મુજબ કોઇ કાર્યો થતા નથી. ગત તા. ર૯-૯-ર૦૧૮ના રોજ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં સાંજે ૪ વાગ્યે  AGM મળેલ  હતી. જેમાં વેપારીઓની હાજરીમાં એવું નક્કી થયેલ હતું કે કારોબારીમાં સતત ૩ વખત કે તેથી વધુ ગેરહાજર રહેલ પાંચ કારોબારી સભ્યોને બંધારણના નિયમ મુજબ ગેરલાયક ઠેરાવવા તેમજ ગેરબંધારણીય રીતે કારોબારી સભ્ય બનેલા શ્રી મુકેશભાઇ દોશીને ગેરલાયક ઠેરવવા તેમજ શ્રી ઉપેનભાઇ મોદી સામે થયેલા આક્ષેપોને લઇ જરૂરી ડોકયુમેન્ટ રજૂ કરવા, આ બધા મુદ્દાના પ્રમુખ તેમજ હોદ્દેદારો  આ બાબતે નિષ્ફળ ગયેલ હોય સમગ્ર મર્યાદામાં કમીટી બનાવેલ નથી તેમજ ઉકેલ લાવેલ નથી જેથી નમ્ર અરજ સાથે જણાવવાનું કે AGMસર્વોપરી હોય. બે દિવસમાં ફરીથી AGM બોલાવી તમામ પ્રશ્નોનો તાત્કાલીક નિવારણ લાવવા ચેમ્બરના મેમ્બર અને મીડીયા કમીટીના રાજુભાઇ ઝુંઝા દ્વારા માંગણી કરવામાં આવે છે. જો મારી માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ચેમ્બર ઓફ કોમર્સમાં નોંધાયેલા તમામ વેપારી સંગઠનો અને તમામ સભ્યોને આ બાબતે ઉજાગર કરવામાં આવશે. (૮.ર૦)

(3:47 pm IST)