Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ત્રિકોણ બાગ કા રાજાના દરબારમાં દર્શનાર્થી ભાવિકોની ભીડઃ આજે રાત્રે શિવ આરાધના

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ વાઘેલાએ ગણેશ વંદના કરી આવતીકાલે મંગળવારે સંદિપ પ્રજાપતિ અને ઉમેશ બારોટ પ્રસ્તુત 'કસુંબીનો રંગ' કાર્યક્રમ

રાજકોટ : રાજય કક્ષાનો 'લોકમાન્ય તિલક' એવોર્ડ વિજેતા ગણપતિ મહોત્સવ ત્રિકોણ બાગ કા રાજાના ધામમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ જ હોય છે, ગણપતિજીની મૂર્તિ સન્મૂખ લાડુનો પ્રસાદ ધરીને પૂજા કરે છે, છેલ્લા ર૧ વર્ષથી શ્રધ્ધાળુ લોકોનું આસ્થાધામ બની ગયું છે.

ગઇકાલે તૃતિય દિને વરસાદી માહોલમાં જીનીયસ સુપર કીડસ-દિવ્યાંગના હેડ બિજલબેન હરખાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, હરપાલસિંહ ગોહેલ, પંકજભાઇ તાવિયા, કોંગ્રેસ મહિલા અગ્રણીઓ હંસાબેન સાપરીયા અને રાનીબેન મહેર, સોશિયલ ગ્રુપના બિપીનભાઇ પલાણાનો પરિવાર અને ગઇકાલ તૃતિય દિને પીજીવીસીએલ.ના એન્જીનીયર જે. યુ. ભટ્ટ, ભાવનાબેન ભટ્ટ, રાજુભાઇ રાધેલિયા દંપતી સી. જે. ગ્રુપ, રાજકોટ ગ્રાહક સુરક્ષા મહામંડળના મહામંત્રી રાજેશભાઇ ગોંડલીયા, સંગીતાબેન ગોંડલીયા, બાલાજી વેફર્સના ભરતભાઇ કકકડ, શૈલેષભાઇ વોરા, રાષ્ટ્રીય રાજપૂત કરણ સેનાના ચંદુભા પરમાર, સુરૂભા ડોડીયા, અનિલસિંહ પરમાર, જનકસિંહ સાકરીયા, અશોકસિંહ પરમાર, દોલતસિંહ ડોડીયા, દીપસિંહ પરમાર, રાજુભાઇ પટેલ વગેરેએ મહાઆરતીમાં ભાગ લઇને ગણેશ વંદના કરી હતી.

શનીવારે હસાયરાના કાર્યક્રમમાં શ્રોતાઓએ હાસ્ય કલાકારોને મોડી રાત સુધી માણ્યા, રવિવારે ચૈતાલી છાયાની મ્યુઝિકલ નાઇટમાં શ્રોતાઓની અભૂતપૂર્વ હાજરી, આ કાર્યક્રમના પ્રારંભમાં હરશિવ કોટેચા નામના નાના બાળકે ગણેશ ભકિતના સુંદર ગીતો વાજીંત્રના સુમધુર તાલે ગાયને શ્રોતાઓના દીલ જીતી લીધા હતાં.

આજે સોમવારે રાત્રે શિવ આરાધનાના કાર્યક્રમમાં નિરવ રઘુવંશી અને કથાકાર રાકેશભાઇ ભટ્ટ આ કાર્યક્રમ રજૂ કરશે. કાલે મંગળવારે રાત્રે સંદિપ પ્રજાપતિ અને ઉમેશભાઇ બારોટ, દ્વારા 'કસુંબીનો રંગ' કાર્યક્રમ રજુ થશે.

ગણપતિ મહોત્સવના દશે દિવસ દરરોજ સાંજે ૭-૩૦ થી રાત્રે ૧૧ સુધી ઓનલાઇન કાર્યક્રમ નિહાળવા અનુરોધ કરાયો છે.

પ્રવર્તમાન વરસાદી માહોલમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજક સમિતિના પ્રમુખ જીમ્મી અડવાણીની આજ્ઞાંકિત ટીમના કાર્યકરો ચંદુભાઇ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેશભાઇ ચૌહાણ, સંજય ટાંક, કિશન સિધ્ધપુરા, બીપીન મકવાણા, પ્રકાશ જંજુવાડીયા, ભરત મકવાણા, રાજન દેસાણી, કાનાભાઇ સાનિયા, વિમલ નૈયા, વંદનભાઇ ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠ્ઠલાણી, ભરત રેલવાણી, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા, પાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, ધવલ વાળોદરા, યોગેન્દ્ર છનીયારા વગેરે સેવાઓ આપી રહ્યા છે.

(3:50 pm IST)