Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રણુજા મંદિર પાસે કરિયાણાની દૂકાનમાં કરંટ લાગતાં મોતઃ બે સંતાન મા વિહોણા

હોસ્પિટલે ખસેડાયા પણ દમો તોડી દીધોઃ બાવાજી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી-૪માં રહેતાં યોગીતાબેન સંજયભાઇ નિમાવત (ઉ.વ.૩૮) ઘર નજીક શીવધારા સોસાયટી-૨માં આવેલી પોતાની દૂકાને હતાં ત્યારે ઇમિટેશન કામ કરવા માટેના રેણીયામાંથી વિજકરંટ  લાગતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.યોગીતાબેન સાંજે છએક વાગ્યે પોતાની દૂકાને હતાં ત્યારે બારીમાંથી વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર કારગત ન નિવડતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના મહેન્દ્રભાઇ ડી. પરમાર તથા ધર્મેન્દ્રભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

યોગીતાબેનના પતિ કારખાનામાં કામ કરે છે. આ ઉપરાંત ઘર પાસે ડેરી ધરાવે છે. જેમાં ઇમિટેશનનું કામ પણ કરે છે. સાંજે યોગીતાબેન દૂકાને બેઠા બેઠા ઇમિટેશનનું કામ કરતાં હતાં ત્યારે ઇલેકટ્રીક રેણીયામાંથી કરંટ લાગતાં તે જીવલેણ નીવડ્યો હતો. આ બનાવથી માસુમ દિકરો દિકરી મા વિહોણા થઇ ગયા છે.

(3:47 pm IST)