Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રાજકોટના હોટલ માલિકો દ્વારા 'ઓયો' નો બહિષ્કારઃ હોટલ માલિકો દ્વારા ઓયો કંપનીના બુકીંગ રદ કરવાની જાહેરાત : કંપનીની મનમાની સામે હોટેલ માલિકો દ્વારા લડતઃ આગામી દિવસોમાં ગ્રાહક નિવારણ ફોરમ કોર્ટમાં ઘા નાખશે

રાજકોટઃ  રાજકોટ શહેરના હોટેલ માલિકોની મળી ગયેલ મીટીંગમાં જે હોટેલ માલીકો 'ઓયો' કંપની સાથે જોડાયેલ હતા તેમણે તમામે ઓયો કંપની છોડવાનું નકકી કરી લીધેલ હતુ અને ઓયો કંપનીના ઓનલાઇન રૂમના બુકીંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

સમગ્ર ભારતમાં ઓયો કંપની ઓન લાઇન લાઇન હોટેલ બુકીંગ મેનેજમેન્ટ કંપની છે અને સમગ્ર ભારતમાં પોતાની બ્રાન્ડ નેમથી ઇલેકટ્રોનીક મીડીયા, મોબાઇલ દ્વારા ઓનલાઇન બુકીંગ મેળવી અને કમીશન મેળવવાની કંપની બનેલ હતી. પ્રથમ આ કંપની દ્વારા ભારતની તમામ હોટલમાં ઓનલાઇન બુકીંગ રૂમો આપે તેના ઉપર ૧૦ ટકા જેટલું કમીશન મેળવતી કંપની હતી.

થોડા મહિનાથી આ ઓયો કંપની દ્વારા પોતાની  પોલીસી ચેઇન્જ કરી અને હોટલ બુકીંગ કમીશન બંધ કરી અને પોતે ભારતભરમાં તમામ શહેરોમા઼ હોટલ માલીકો વચ્ચે અમુક મહીના વર્ષોના કોન્ટ્રેકટ કરા અને કોન્ટ્રાકટ મુજબ તમામ રૂમો ઉપર ૧૦ થી ર૦ ટકા કમીશન મેળવતા હતા.

થાડા મહિનાઓથી ગુજરાતના હોલ માલીકો સાથે કોન્ટ્રેકટ સિવાયના ખોટ રીતે વધારાના ચાર્જો નાખવાનું કંપની દ્વારા  શરૂ કરવામાં આવેલ હતુ. કંપની દ્વારા ૧પ૦૦ રૂપીયાનો રૂમ વેચી અને ૬૦૦  રૂપીયા જ હોટલ માલિકોને આપતા હતા. અને તેમાં પણ  કમીશન મેળવતા હતા. તે ઉપરાંત બુકીંગ પર કન્વીનીયન્સ ફી, જાહેરાતનો ચાર્જ અને જયારે મહીને મોકલે ત્યારે ખોટી રીતે કંપની દ્વારા હોટેલ માલીકો ધંધો લાવ્યા નહી, ગ્રાહકો રૂમની સગવડ માટે ફરીયાદ કરે છે તેના અલગ અલગ બહાના હેઠળની ઓયો કંપની દ્વારા અલગ અલગ બહાના હેઠળની પેનલ્ટી નતનવા ચાર્જ લગાવી કરવા લાગતા હોટેલ માલિકોને સોના કરતા ઘડામણ મોંધી લાગેલ અને મોટો ભાગ ખોટી રીતે ઓયો કંપની લઇ જતી હોય આજરોજ મીટીંગ કરેલ હતી.

અગાઉ ગુજરાતમાં પણ હોટેલ માલીકોએ  ઓયો કંપનીના ઓનલાઇન બુકીંગ રદ કરેલ હતા અને કંપનીનો બહીષ્કાર કરેલ હતો. આજરોજ પણ તમામ હોટેલ માલિકોએ એક મહીનાની નોટીસ કંપનીને આપી કોન્ટ્રેકટ રદ કરવાની જાહેરાત કરેલ હતી. શનિવારે હોટેલ માલીકો દ્વારા પુનાની ઓફીસે ટેબલેટ પરત કરવાનો કાર્યક્રમ, ગોવા, પુના, અમદાવાદ, જુનાગઢ, મનાલી, હરીદ્વારા સાઉથ વિંગફેરેમાં કંપનીનો બહીષ્કાર માલીકો દ્વારા થયેલ છે.

આગામી દિવસોમાં હોટેલ માલીકો દ્વારા ખોટા ચાર્જ ઓયો કંપનીએ કાપેલ હોય ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટમાં પણ જવાનું અને કંપની સામે સામુહિક રીતે લડવાનો નિર્ણય જાહેર કરેલ છે. આગામી દિવસોમાં કંપનીની જોહુકમી સામે સમગ્ર ભારતમાં વિરોધ ઉઠવાના મંડાણ થઇ ચુકયાનુ લાગી રહેલ છે.

(10:47 pm IST)