Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

બ્રહ્મ પરિવારો માટે 'બ્રહ્મ સંગમ નવરાત્રી મહોત્સવ'

૧પ૦ ફુટ રીંગ રોડ મહાપુજાધામ ચોક પાસે આયોજનઃ ગ્રાઉન્ડ મરામત અને પાસ માટેની તૈયારીઓ શરૂ

રાજકોટ તા. ૧૩ : બ્રહ્મ પરિવારો માટે 'બ્રહ્મસંગમ સંસ્થા' દ્વારા ચાલુ વર્ષે ''બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ-ર૦૧૯'' નું તા.ર૯ સપ્ટેમ્બરથી તા.૭ ઓકટોબર સુધી અનેરૃં આયોજન કરવામાં આવેલ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાની ટીમે જણાવેલ કે નવરાત્રી મહોત્સવ ૧પ૦ ફુટ રીંગ રોડ, મહાપુજા ધામ ચોક, બાલાજી હોલની પાછળનું મેદાન, નાનામૌવા સર્કલ નજીક, રાજકોટ ખાતે યોજવામાં આવશે. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરૂની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા આઠ વર્ષથી પારિવારિક વાતાવરણમાં બ્રહ્મ પરિવારની એકતા, સંગઠન અને ભાતૃ ભાવના કેળવવા તેમજ બ્રહ્મ ખેલૈયાઓને એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ પુરૃં પાડવાના ભાગ રૂપે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે.

નવરાત્રી મહોત્સવના આયોજન માટે સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, ડો. શરદભાઇ રાજગુરૂ, ધીરૂભાઇ મહેતા, ભાનુભાઇ જોશી, અશોકભાઇ દવે, સુરેશભાઇ મહેતા, બીપીનભાઇ દવે, રસિકભાઇ ભટ્ટ, લલીતભાઇ ધાંધિયા, તૃપ્તિબેન જોશી, શૈલેષભાઇ મહેતા, દિલીપભાઇ દવે, જયેશભાઇ પંડયા, ડી.આર.દવે વિગેરેની બનેલી એક આયોજન સમિતિની રચના કરાયેલ છે.

જયારે આ નવરાત્રી મહોત્સવની ઉજવણી સમિતિના કન્વીનર તરીકે ભાનુભાઇ જોષી અને સહ કન્વીનર અશોકભાઇ દવે, રસિક ભટ્ટ, જયદેવ વ્યાસ, ગીરધર જોષી અને અશોક જોશી વરણી કરાયેલ છે. તેમના નેતૃત્વમાં નવરાત્રી મહોત્સવ સંબંધી તડામાર તૈયારી ચાલી રહી છે. ફોર્મ વિતરણ, પાસના ફોર્મની ચકાસણી, ખેલૈયાના પાસ તૈયાર કરવા, નવરાત્રીના મેદાનની સમથળની કમાગીરી, ઇલેકિટ્રક લાઇટ કનેકશન જાહેર ખબર મેળવવા, લાઇટ ડેકોરેશન, મંડપ તથા સ્ટેઇજ તથા બેઠક વ્યવસ, ઓરકેસ્ટ્રાની વ્યવસ્થા વિજેતાને ઇનામ વિતરણ વિગેરે તમામ કામગીરી ચાલી રહી છે.

ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલકિડ્સ વિવિધ વયજુથના ઉત્કૃષ્ઠ રમતા ખેલૈયાઓને ઇનામ વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા, સુશોભન, દાંડિયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઇનામો ૧ થી ૩માં આવતા વિજેતાઓને આપવામાં આવશે.

અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ ઇવેન્ટ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી કલબમાં રમવા માટે તક આપવામાં આવશે. 'બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ'-ર૦૧૯માં સુર-સંગીતની સુરાવલી સાથે મન ભરીને રમવા ઇચ્છતા બ્રહ્મ પરિવારોના બાળકો, યુવક-યુવતી અને મોટેરાઓને રમવા માટે નિમંત્રણ આપવામાં આવેલ છે.

રમવા માટે વહેલતા તે પહેલાના ધોરણે પાસ માટેના નિયમ ફોર્મ-અરજીનું વિતરણ શરૂ થઇ ગયેલ છે. આ માટે (૧) જોશી મંડપ સર્વિસ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ મો.૯૮રપ૪ ૧૬૭પ૪, (ર) શૈલેષભાઇ મહેતા (મહાદેવ),

સહજ કોમ્પ્લેકસ, બજરંવાડી, દુકાન નં.-૧૦, મો.૯૯૧૩૩ ર૧૩૩૦, (૩) ભાનુ જનરલ સ્ટોર્સ, ધર્મભકિત હોલની બાજુમાં, સહકાર મેઇન રોડ, ભાસ્કરભાઇ મહેતા મો.૯૪ર૬૯ ૮૦૮૩પ, (૪) શ્રીગાર બ્યુટી પાર્લર, ''શિવ'' નવી પપૈયાવાડી, શેરી નં.પ, સાગર હોલની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ. જીજ્ઞેશભાઇ દવે. મો૯૮૭૯પ ૭૦૮૮૮, (પ) બ્રહ્મ પ્રેરણા મેરજે બ્યુરો ભુતખાના ચોક, લોધાવાડ પોલીસ ચોકી સામે, સુયોગ બિલ્ડીંગ, રાજકોટ અશોકભાઇ દવે મો.૯૮રપર ર૪૦૭૯, (૬) સદ્દગુરૂ ડેરી ફાર્મ ઓડીસી ટાવર સામે, એપલ કોમ્પ્લેકસ, શકિતનગર મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ વિમલભાઇ મહેતા મો.૯૮રપ૯ ૬ર૯૩૭, (૭) ટુ ડે ટેકનોલોજી સોજીત્રા માર્કેટ, રૈયા રોડ, રાજકોટ અમિત માઢક મો.૯૯૧૩પ ૪૩૬ર૦, (૮) મહાદેવ પાન એન્ડ કોલ્ડ્રીંક વેજાગામ રોડ, રૈયાગામ, રાજકોટ. દિનેશભાઇ ભુટક મો. ૯૭ર૬પ ૦૪૭પ૭ (૯) શિવમ આઇસ્ક્રીમ પાર્લર પ્રેમ મંદિર પાસે, રવિ પાર્ક સોસાયટી, બગીચા સામે, કાલાવડ રોડ, રાજકોટ. ભરતભાઇ ભુટક મો.૯૪ર૭ર રર૩૩પ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

રમવા માટે કપલ પાસ માત્ર રૂ.૭૦૦માં આખા નવરાત્રી દરમિયાન રાખેલ છે. દૈનિક વ્યકિતદીઠ રમવાનો પાસ પણ ટોકનદરે આપવામાં આવશે. આ માટે નિયત ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય, 'સ્પેસકોમ્પ્લેક્ષ' (બીજો માળ), ર૧/રર (કોર્નર), ન્યુ જાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, 'રોયલ કેશર' એપાર્ટમેન્ટ સામે, (ફોન નં. ૦ર૮૧-ર૪૬૩ર૪૭) નો સવારના ૧૦ થી ૧ અને સાંજના પ થી ૯ વચ્ચે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ નવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના કન્વીનર ભાનુભાઇ જોષી કાર્યક્રમની સફળતા માટે અવિરત કામગીરી કરી રહેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ સર્વ અશોકભાઇ દવે, રસિકભાઇ ભટ્ટ, જયદેવભાઇ વ્યાસ, ગીરધરભાઇ જોશી, અશોકભાઇ જોષી, અમિતભાઇ માઢક, જયેશભાઇ પંડયા, જીગ્નેશભાઇ દવે, શૈલેષભાઇ મહેતા, મનીષભાઇ બામટા, વિજયભાઇ ઝુંડાળા, પંકજભાઇ ચાંઉ, દિનેશભાઇ બોરીસાગર, અલ્પેશભાઇ રવિયા, અક્ષયભાઇ ઉપાધ્યાય રવિયા દેવાંગ, અજયભાઇ જોશી મહિલા પાંખ વતી હર્ષમાબેન મહેતા, રચનાબેન જોષી, શોભનાબેન જોષી તેમજ સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ બ્રહ્મસંગમ રાસોત્સવ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:58 pm IST)