Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રાજકોટવાસીઓને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ શાસકો-તંત્રને સદ્બુદ્ધિ મળે તે માટે કોંગ્રેસ કરશે હવન

શહેર કોંગ્રેસ દ્વારા કાલે તમામ વોર્ડમાં થશે હવન કાર્યક્રમઃ ડાંગર-સાગઠીયા

રાજકોટ તા. ૧૩: શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગર અને રાજકોટઙ્ગ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે હાલ મેદ્યરાજાની મહેરબાની થી સમગ્ર રાજકોટ શહેરમાં સારો વરસાદ આવેલ છે તેમજ રાજકોટના ડેમો છલકવી દીધા છે અને રાજકોટ શહેરના પીવાનાં પાણીના પ્રાણ પ્રશ્ને જયારે કુદરતે રાજકોટની જનતાની આખા વર્ષની પીવાના પાણીની સમસ્યા હલ કરી દીધી હોય તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ત પ્રીમોન્સૂન કામગીરી કરવાનો પ્રારંભ કરવામાં આવેલ હોય ત્યારે આ અણાવડતના કારણે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબજ લા પરવાહી દાખવી છે અને ભાજપના શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પબ્લીસીટી સ્ટંટ કરવામાં માહિર હોય જે હાલ રાજકોટની આ ખાડા-ખાબડા અને પાણી ભરાવાથી હેરાન પરેશાન થયેલ પ્રજા એ ઓળખી ગઈ છે જયારે રાજકોટની જનતાના આરોગ્ય , રોડ રસ્તા, પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ , લાઈટીંગ સુવિધા, આપાતકાલિન સમસ્યાઓ વગેરે જેવી પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ લાવવો જોઈએ તેના બદલે રાજકોટ શહેરની જનતા હાલ આ નાનામોટા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે મનપાનું તંત્ર વીવીઆઈપીઓની સેવા માંથી ફુરસદ કાઢી પોતાની પરસેવાની કમાણીથી ટેકસ ભરતી પ્રજાની સેવા કરે તેમજ સ્માર્ટ સીટી અને સ્વછતાની ખોટી વાતો બંધ કરી અને વાસ્તવિકતાની ધરતી ઉપર આવી રાજકોટની નાની-મોટી ગલીઓમાં ફરી વાસ્તવિકતા જોઈ પ્રજાની સમસ્યાઓનો તાત્કાલિક હલ લાવે એ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર વોર્ડ વાઈઝ હવન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે બાબતે કોંગ્રેસ પક્ષના પ્રદેશઙ્ગ આગેવાનો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલ વિભાગના પ્રમુખો –હોદ્દેદારો અને સમગ્ર કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પરિવારના સભ્યો અને રાજકોટની હેરાન થયેલ પ્રજા આ સમગ્ર રાજકોટમાં હવનમાં સવારે ૧૧ૅં૦૦ કલાકે બેસી તંત્રને સદબુદ્ઘિ આપે મનપાના મ્યુનીસીપલ કમિશ્નર અને આજના ભાજપના શાસકોને સદબુદ્ઘી આપે તેવા સમગ્ર રાજકોટના ૧ થી ૧૮ વોર્ડમાં કાર્યક્રમ યોજવામાં આવશે તેવું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે. (૭.૩૧)

કાલે હોમ-હવનથી તંત્ર-શાસકોને સદ્દબુધ્ધિ મળે કે ના મળે પરંતુ લાંબી નિષ્ક્રીયતા બાદ કોંગ્રેસ જાગી!

રાજકોટ તા. ૧૩: વરસાદ, રસ્તા, કીચડ, હેલ્મેટમ નવા ટ્રાફીક નિયમો સહિતના અનેક લોકપ્રશ્નો અંગે લાંબા સમય સુધી મૌન-વ્રત ધારણ કરનાર વિપક્ષ કોંગ્રેસ, સફાળી જાગી છે. આવતીકાલે તંત્ર અને શાસકોને ઢંઢોળવા તમામ વોર્ડમાં હવન કાર્યક્રમ યોજાય છે ત્યારે એક વાતથી સૌને ખુશી હશે કે કાલના હવનથી તંત્ર અને શાસકોને સદ્દબુધ્ધિ મળે કે ના મળે. લોકશાહીમાં મજબૂત વિપક્ષની જરૂરીયાત છે તેવું લોકસભાના સ્પીકર ઓમ બિરલા એ પણ તાજેતરમાં કીધું છે ત્યારે રાજકોટના મુખ્ય વિપક્ષે આળસ ખંખેર્યાનું મનાય છે જો આ વિરોધની નિયત લાંબી ટકે તો એ પ્રજા હિતમાં મનાશે.

(3:49 pm IST)