Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલનો ૪૫મો વિદ્યા સત્કાર સમારોહ શનિવારે

તા. ૧૪ સપ્ટેમ્બરે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહજી શેખાવતની ઉપસ્થિતિમાં ૨૪૩થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન થશેઃ રાજ્યના કેબિનેટ મંત્રીઓ-અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૩ :. ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને વિકાસ માટે સાડા ચાર દાયકાથી કાર્યરત એવા શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટટી સર્કલનો ૪૫મો વાર્ષિકોત્સવ તા. ૧૪મી સપ્ટેમ્બર,શનિવારે બપોરે ૨.૩૦ કલાકે યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના દીકરા-દીકરીઓને એમની શૈક્ષણિક કારકિર્દીની સિધ્ધિ-સફળતા માટે બિરદાવવામાં આવશે અને એમનું સન્માન પણ કરાશે. ક્ષત્રિય સમાજની નવી પેઢી શૈક્ષણિક ક્ષેત્રે ગતિશીલ રીતે આગળ વધી ચૂકી છે ત્યારે એમને -ોત્સાહન આપવું એ સમાજનું પણ ઉત્તરદાયિત્વ છે એવા ઉમદા વિચાર સાથે આ કાર્ય થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માંથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, શિક્ષણ ક્ષેત્રના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ સમારંભમાં ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વનું એ છે કે ભારત સરકારના કેબીનેટ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાહેબ આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને રહીને વિદ્યાર્થીઓને -ોત્સાહિત કરવાના છે.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી -દીપસિંહજી જાડેજા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા, માંડવી કચ્છના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તથા રાજકોટ રાણીસાહેબા અ.સૌ. કાદમ્બરીદેવી જાડેજા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર કચ્છના ધો. ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ, સ્નાાતક- અનુસ્નાાતક તથા વિવિધ વિદ્યાશાખાઓના ૨૪૩થી વધુ -તિભાવંત વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કારોથી પુરસ્કૃત કરાશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના વિશિષ્ટ સિધ્ધિ મેળવેલા ૪૦થી વધારે -તિભાવંત મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ક્ષત્રિય સમાજને અને ખાસ તો વિદ્યાર્થીઓને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના -મુખશ્રી માંધાતાસિંહજી જાડેજા, ઠાકોર સાહેબ રાજકોટ દ્વારા હ્રદયપૂર્વક નિમંત્રણ પાઠવવા માં આવ્યું છે. શ્રી માંધાતાસિંહજીએ જણાવ્યું કે ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ ક્ષત્રિય સમાજની એવી સંસ્થા છે જે સંપૂર્ણપણે સામાજિક ધોરણે કામ કરે છે. ક્ષત્રિય સમાજમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધ્યાને પણ હવે તો દાયકાઓ વિતી ગયા છે. ત્યારે આ સંસ્થા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ માટે સતત સક્રિય રહેશે. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા રાજપૂત-ક્ષત્રિય સમાજને સંસ્થાના -મુખ શ્રી ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ અપીલ કરી છે.

(3:42 pm IST)