Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

એટ્રોસીટીના કેસમાં મદાવા ગામના સરપંચ સહિત ત્રણના જામીન મંજુર

મદાવા ગામના સરપંચ સહિત ત્રણ આરોપીઓનો એટ્રોસીટી કેસમાં જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ ચકચારી કેસની હકીકત ટુંકમાં એવી છે કે, ફરીયાદીના કથન મુજબ રાજકોટના જસદણતા લુકાના મદાવા ગામમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર ફરીયાદીના પુત્રને રાસ-ગરબા લેવાની ના પાડી બાવડું પકડી રાસ રમતા બહાર કાઢી ફરીયાદીના પુત્રને ગાળો બોલી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરેલ .

આ કહેવાતા કૃત્ય અંગેની ફરીયાદ કમલેશભાઈ જીણાભાઈ છોછીયાનાએ મદાવા ગામના સરપંચ જયેશભાઈ સોમાભાઈ જતાપરા, અમરશીભાઈ ધનજીભાઈ જતાપરા, જેમાભાઈ રવજીભાઈ જતાપરા સામે ભાલા પોલીસ સ્ટેશનમાં આઈ. પી. સી કલમ-૩૨૩, ૫૦૪, ૨૯૪(ખ), ૧૧૪ તથા એટ્રોસીટ એકટની કલમ-૩(૧) (૨)(એસ) (ઝેડએ-ઝેડબી), ૩(૨) (૫)(એ) મુજબની ફરીયાદ આપેલી જેની તપાસ નાયબ પોલીસ અધીક્ષક એસ. ટી. એસ. સી. સેલ રાજકોટ ગ્રામ્યના પાસે હોય જેથી ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી આરોપીઓને સ્પે. જજ(એટ્રો.) ની કોર્ટમાં રજુ કરેલ અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ

ત્યારબાદ ત્રણેય આરોપીઓએ તેમના એડવોકેટ શ્રી વીનુભાઈ વાઢે૨ મારફત નામ, સ્પે. જજની કોર્ટમાં જામીન અરજી ૨જુ કરતા અને આરોપીઓ ત૨ફેની રજુઆતોને ધ્યાને લઈ આરોપીઓને નામી સ્પે. જજે જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી વીનુભાઈ વાઢ૨, શૈલેષભાઈ પંડીત, શૈલેષ મોરી, વીજય ભલસોડ. રીતીન મેંદપરા, જસ્મીનભાઈ ઠાકર વકીલ તરીકે રોકાયેલ હતા

(3:33 pm IST)