Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રેસકોર્ષમાં સુરભી - નિખિલ નવરાત્રી રાસોત્સવ - ૨૦૧૯

ડિસીપ્લીન - પ્રોટોકોલ સાથે દિકરીઓ કોઈપણ જાતના ભય વગર રાસે રમશે : સજ્જડ સુરક્ષા વ્યવસ્થા : દેવાયતભાઈ ખવડ - આસીફ ઝેરીયા - અસ્ફાક ખાન - હિના હિરાણી - શેખર ગઢવી માતાજીના ગીતો પીરસશેઃ વરસાદ ચાલુ હશે તો પણ રાસોત્સવ ચાલુ જ રહેશે : વિજયભાઈ વાળા અને તેની ટીમનું ૧૨માં વર્ષે આયોજન : અબ તકના સતીષભાઈ મહેતાનો સાથ

રાજકોટ, તા. ૧૩ : ગણપતિ મહોત્સવનું સમાપન થયુ છે. હવે આ મહિનાના અંતમાં જ માતાજીની આરાધના કરવાનો અવસર આવી રહ્યો છે. દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્ષના મેદાનમાં સુરભી નિખિલ નવરાત્રી રાસોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ શિસ્તબદ્ધ રીતે ગરબા રમશે. ખાસ કરીને દિકરીઓ કોઈપણ જાતના ભય રાખ્યા વગર રાસે રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ - સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયકોની ટીમ માતાજીના ગીતો પીરસશે. ખેલૈયાઓ મન મૂકીને રાસે રમશે.

'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલા વિજયભાઈ વાળા અને આયોજકોની ટીમે જણાવ્યુ હતું કે રેસકોર્ષના મેદાનમાં સતત ૧૨માં વર્ષે સુરભી નિખિલ નવરાત્રી રાસોત્સવ - ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ છે.

આ વખતે ગાયકો સર્વશ્રી દેવાયતભાઈ ખવડ, આસીફ ઝેરીયા, અસ્ફાક ખાન, હીના હીરાણી, શેખર ગઢવી માતાજીના ગીતો જેવા કે મેં તો ભાળ્યો માતાજી  તારો પરચો..., માઈ તેરી ચુનરીયા લહેરાઈ... જેવા ગીતો ઉપર ખેલૈયાઓ રાસ રમશે. આ વખતે ૨ લાખ વોટની જેબીએલની સાઉન્ડ સિસ્ટમ્સ રાખવામાં આવી છે.

શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ આયોજીત આ રાસોત્સવમાં ખાસ કરીને દિકરીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યુ છે. એક પારિવારીક માહોલમાં રાસોત્સવ યોજાશે.

આ વખતે નવરાત્રીમાં વરસાદની આગાહી હોય આગવુ આયોજન હાથ ધરાયુ છે. વરસાદ આવશે તો પણ રાસોત્સવ ચાલુ જ રહેશે. તેના માટેની તૈયારીઓ ખાસ રાખવામાં આવી હોવાનું જણાવાયુ છે.

ખેલૈયાઓ માટે સિઝન પાસની ફી જેન્ટ્સના રૂ.૧૪૦૦, લેડીઝના રૂ.૧૨૦૦ અને કપલના રૂ.૨૬૦૦ રાખેલ છે. જે અંગે વધુ માહિતી માટે સિલ્વર ચેમ્બર - ૧૨૪, પ્રથમ માળ, ટાગોર રોડ, મારૂતિ શોરૂમની સામે, રાજકોટ. (મો.૮૪૬૦૮ ૭૪૪૨૧) ખાતે સંપર્ક કરવો.

રાસોત્સવના આયોજનને સફળ બનાવવા વિજયભાઈ વાળા, નિતેશ પાઉં, સંજયભાઈ રાચ્છ, હિરેન સોની, હરીશભાઈ કારીઆ, ભાવેશભાઈ ભાડેશીયા, જેની જોટંગીયા, નિલેશ વાઘેલા, અર્જુન બાલા, વિશાલ ભટ્ટ, જીગર શાહ, શિવરાજ ચૌહાણ, કૌશલ સુરેલીયા, જીગર ભટ્ટ, સંદિપ ચૌહાણ, પ્રતિક ચાવડા, મયંકભાઈ સોની, અભય ત્રિવેદી, હરદીપભાઈ વાળા, હરેશભાઈ પાઠક, રાજ રાજયગુરૂ, શકિતસિંહ પરમાર અને રાજુભાઈ અગ્રવાલ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સુરભી નિખિલ રાસોત્સવના આયોજકો સર્વશ્રી વિજયભાઈ વાળા સાથે ગાયકો દેવાયતભાઈ કવાડ, આસીફ ઝેરીયા, અસ્ફાક ખાન, હિનાબેન વિરાણી, શેખર ગઢવી સહિતના નજરે પડે છે.

યુવાન કાર્યકરનું દુઃખદ અવસાન થતાં આ વખતે 'સુરભી નિખિલ નવરાત્રી' રખાયુ

રાજકોટ : આયોજક શ્રી વિજયભાઈ વાળાએ જણાવ્યુ હતું કે ગત વર્ષે રાસોત્સવ પૂર્ણ થયા બાદ અમારા યુવા કાર્યકર એવા નિખિલનું અકાળે દુઃખદ અવસાન થયુ હતું. જેથી તેઓને શ્રદ્ધાંજલી અર્પવા રાસોત્સવનું નામ 'સુરભી નિખિલ રાસોત્સવ' રાખવામાં આવેલ છે.

(1:14 pm IST)