Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કવિતા થિએટર્સ દ્વારા રાત્રે કોમેડી નાટક ‘બોસ તારી બીક છે, બીજું બધું ઠીક છે'નો શો

રાજકોટ તા. ૧૩ : કવિતા થીએટર્સ પ્રસ્‍તુત કોમેડી નાટક ‘બોસ તારી બીક છે, બીજું બધું ઠીક છે' નો શો આજે તા. ૧૩ ના શનિવારે રાત્રે ૯.૩૦ થી ૧૨.૩૦ યોજાયો છે. આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી યોજવામાં આવેલ આ નાટકમાં ગૌતમ જોષી, ઝંખના ભટ્ટ, હર્ષિત ઢેબર, હેતાંગી વૈષ્‍ણવ, પાર્થ જાની, મેહુલ વૈષ્‍ણવ, કલ્‍પેશ બોઘરા, મૃણાલીની ભટ્ટ અને નયન ભટ્ટ અભિનય આપશે. લેખક દિગ્‍દર્શક યોગેશ મહેતા છે. સંગીત સંચાલન ગુલામહુસેન અગવાન સંભાળશે. આજના શોનું દિપપ્રાગટય શિલ્‍પન બિલ્‍ડર્સના ડીરેકટર ભરત ડઢાણીયા, સમીર કાલરીયા, વિજય ડઢાણીયાના હસ્‍તે કરાશે.

 

(3:48 pm IST)