Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

રતનપરમાં રણજીતસિંહના ઘરમાં જૂગારનો દરોડોઃ ૫૦ હજાર રોકડા સાથે ૭ પકડાયા

કુવાડવા પોલીસે રોકડ તથા વાહનો મળી ૨.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૧૩: કુવાડવા તાબેના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં રહેતાં રણજીતસિંહ ટપુભા જાડેજા (ઉ.૩૯)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી કુવાડવા પોલીસે દરોડો પાડી તેના સહિત ૭ને ઝપડી લઇ રૂ. ૫૦,૪૭૦ની રોકડ તથા વાહનો કબ્જે લીધા હતાં.

પોલીસે રણજીતસિંહના ઘરમાં રાત્રીના દોઢ વાગ્યે દરોડો પાડ્યો હતો અને તેને તથા પરેશ રાઘવભાઇ અકબરી (ઉ.૨૯), રામદેવસિંહ મહાવીરસિંહ ઝાલા (ઉ.૩૪), મનસુખ છગનભાઇ અકબરી (ઉ.૪૪), જયંતિ વશરામભાઇ ડોબરીયા (ઉ.૪૮), ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.૩૦) તથા નરેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા (ઉ.૩૯)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૫૦૪૭૦ રોકડા તથા બાઇક, કાર મળી રૂ. ૨,૩૫,૦૦૦ના વાહનો કબ્જે લેવાયા હતાં. પોલીસ ઇન્સ. પી.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, બુટાભાઇ ભરવાડ, એચ. એમ. પરમાર, કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ જાડેજા, અજીતભાઇ લોખીલ, રાજશેભાઇ ચાવડા, હરેશભાઇ સારદીયા, મુકેશભાઇ સબાડ સહિતના સ્ટાફે મનિષભાઇ,મુકેશભાઇ અને હરેશભાઇની બાતમી પરથી દરોડો પાડ્યો હતો.

(11:46 am IST)