Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જીવનનગરમાં સંગીત સંધ્યાઃ પદાધિકારીઓનું સન્માન

 રાજકોટઃ ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે સંગીત સંધ્યામાં મહાનગરપાલિકાના પદાધિકારીઓનું વિશિષ્ટ સમાન કરવામાં આવ્યું હતું. સંગીત સંધ્યાનું ઉદ્દઘાટન મેયર બીનાબેન આચાર્યે કરેલ. વોર્ડ નં. ૧૦ના નગરસેવકો અને પદાધિકારીઓમાં અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ નગરસેવક પરેશભાઇ હુંબલ, પ્રભારી માધવ દવે, પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, કમલેશભાઇ કાનાણી, નીતાબેન વાછાણી, પાર્થ ગોહેલ, આગેવાનોનું સન્માન કરી સમિતિએ સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમોની વિગત આપી હતી. રહીશોની અસાધારણ પ્રગતિ આંખે વળગે તેવી છે તેવો આગેવાનોએ સૂર વ્યકત કર્યો હતો. રિધમ મ્યુજીકના નિલય ઉપાધ્યાય, જીજ્ઞેશ ઉપાધ્યાય, કલ્પેશ ઉપાધ્યાય, જાન્વી દાવડા અને જ્ઞાનજીવનના નવોદિત ગાયક જીગીશા રાવલે મોડી રાત સુધી સંગીત પીરસી રહીશોના મન મોહી લીધા હતાં. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ સ્વાગત પ્રવચન સાથે પ્રવૃતિઓ વર્ણવી હતી. (૭.૩૩)

(4:18 pm IST)