Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સ્પીરીટ ઇન્ડોર-૨૦૧૮ : વીવીપી કોલેજમાં ઇન્ડો સ્પોર્ટસ ફેસ્ટીવલનો પ્રારંભ

રાજકોટ : વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમત ગમત ક્ષેત્રે પણ હોંશિયાર બને તેવા આશયથી વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઇન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ 'સ્પીરીટ ઇન્ડોર-૨૦૧૮' શીર્ષકતળે આયોજીત થયેલ છે. જેમાં ચેસ, કેરમ, ટેબલ ટેનીસ સહીતની કૌશલ્ય વર્ધક રમતો રમાડવામાં આવી રહી છે. ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સમગ્ર રમતોત્સવને લઇને કોલેજ કેમ્પસમાં અનેરો ઉત્સાહ છવાયો છે. સમગ્ર આયોજને સફળ બનાવવા પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ કન્વીનર ડો. સચિનભાઇ રાજાણી, સ્પોર્ટસ ટીચર મયુરભાઇ દેવમુરારી, રીટાબેન સાપરીયા, તેજસભાઇ ગુંદીસરા તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ સરસ આયોજન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆરે કર્મચારીગણ અને વિદ્યાર્થીગણને અભિનંદન પાઠવ્યા હતા.

(3:46 pm IST)