Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રેસકોર્ષ મેદાનમાં શિવધામ ખડુઃ મહાઆરતીમાં ભાવિકો ઉમટયા

રાજકોટઃ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'' તથા સર્વેસમાજ આયોજિત-સંકલિત-શિવધામ પરિસરમાં ''શિવ ઉત્સવ''નો દબદબાભેર પ્રારંભ થયો છે. ગઇકાલે સવારે વિવિધ જ્ઞાતિના યજમાનો દ્વારા મહાયજ્ઞ તથા સાંજે મહા આરતી કાર્યક્રમ પવિત્ર વાતાવરણ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલ. જેમાં શહેરભરના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તા. ૧ર ની આરતીના યજમાન પદે રાવળદેવ સમાજે લાભ લીધેલો હતો. રાવળદેવ સમાજના અગ્રણીશ્રીઓ ગોપાલભાઇ બોરાણા, વલ્લભભાઇ બારડ, રમેશભાઇ સરવૈયા, રાજુભાઇ બોરાણા, હસુભાઇ મચ્છોયા, પ્રવીણભાઇ સોઢા, ધીરૂભાઇ મુંજારીયા, ખીમજીભાઇ સોઢા, કાળુભાઇ સોઢા, નંદલાલભાઇ પરમાર, જેન્તીભાઇ મચ્છોયા, રાજુભાઇ મકવાણા, દેવાભાઇ ભટ્ટી, રવિભાઇ નકુમ, મગનભાઇ રાઠોડ, દિલીપભાઇ બોરાણા, દીપકભાઇ બોડા, જયસુખભાઇ પોપલા, સુનીલભાઇ બોરાણા, મુકેશભાઇ ભોજક, રમેશભાઇ પરસોતમભાઇ સોઢા, જયદેવ બોડા, દીપકભાઇ ડાભી, દિનેશભાઇ ડાભી, મુકેશભાઇ બોડા, ભીમજીભાઇ રાઠોડ, દામજીભાઇ પી. સોઢા, હાજર રહેલા હતા અને રાવળદેવ સમાજ દ્વારા આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રેસકોર્ષ શિવધામ ખાતે રપ ફુટના અલૌકિક રૂદ્રાક્ષ પારા સાથે શિવ લિંગનું અદભુત નિર્માણ કરવામાં આવેલ છે. વિશાળ ડોમ (સમીયાણામાં) શહેરભરના ધર્મ પ્રેમી નગરજનો-ભાવિકો શિવલિંગના દર્શન કરી શકે તેવી અદભૂત વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ મહાઆરતી કાર્યક્રમ સંપન્ન બાદ ખ્યાતનામ કલાકારોને ભજન-કીર્તન તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે. સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ભવ્ય કાર્યક્રમની ગીનીશ બુક ઓફ વર્લ્ડમાં તેની નોંધ લેવાય તેવો આશાવાદ વ્યકત કરાયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ તથા ''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ''ના સભ્યો વશરામભાઇ સાગઠીયા, મિતુલભાઇ દોંગા, ભાવેશભાઇ બોરીચા, તુષારભાઇ નંદાણી, જગદીશભાઇ મોરી, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, દર્શનીલબેન રાજગુરૂ, ગાયત્રીબેન ભટ્ટ, પારૂલબેન ડેર, રસીલાબેન ગરૈયા, જાવેદ અઝીઝ, અભિશેકભાઇ તાળા, રાજુભાઇ જુન્જા, કિશોરસિંહ જાડેજા, દિક્ષિતાબેન, ચિરાગભાઇ જસાણી, કમલેશભાઇ સાંગાણી, હેમંતભાઇ વીરડા, અમિષાબેન ગોહેલ, ડોલીબેન, હર્ષાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, યોગીતાબેન વાડોલીયા, યુનુસભાઇ જુણેજા, હારૂનભાઇ ડાકોરા, હર્ષદભાઇ, ઇમરાનભાઇ પરમાર, સાહીલભાઇ ચૌહાણ, એઝાઝભાઇ, કેવલભાઇ, સલીમભાઇ કારીયાણી, બશીરભાઇ, શોએબભાઇ, હસુભાઇ બાંભણીયા, નીલેશ વિરાણી, અંકુર માવાણી, જીતેન્દ્રભાઇ ઠાકર સહીત જહેમત ઉઠાવી રહ્યા છે. તા. ર૦ સુધી સવારે ૭ વાગ્યાથી રાતના ૧ર વાગ્યા સુધી શહેરની ધર્મપ્રેમી જનતા લાભ લઇ શકશે. દરરોજ સવારે ૮ વાગ્યે શહેરની અલગ અલગ શાળાના બાળકો દ્વારા આરતી રાખવામાં આવેલ છે. ત્યારબાદ દરરોજ અલગ અલગ જ્ઞાતિ યજમાનો દ્વારા અને વિદ્વાન આચાર્યો દ્વારા મહાયજ્ઞ અને સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી અને રાત્રે ૯ થી ૧ર સંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. તો વધુમાં વધુ લોકોએ દર્શનનો લાભ લેવા આ શિવઉત્સવના આયોજક ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ અપીલ કરેલ છે.

(3:42 pm IST)