Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

તું પોલીસનો બાતમીદાર છો...કહી જંગલેશ્વરના આમદ પર સશસ્ત્ર હુમલો

સંજય, નિતીન, ગોટીયો, રફિક સહિતના તલવાર, કુહાડીથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૩: જંગલેશ્વર શેરી નં. ૭માં પરસાણા નગર સામે રહેતાં અને પંચર સાંધવાની દૂકાન ચલાવતાં આદમ મામદભાઇ બુકેરી (સંધી) (ઉ.૩૨)ને સંજય, નિતીન ઉર્ફ નિતીયો, ગોટીયો અને રફિક તથા બીજા ચાર શખ્સોએ તલવાર, કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરી માર મારતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આદમના કહેવા મુજબ હુમલાખોરો રમાના માણસો છે. પોતાને પોલીસમો બાતમીદાર હોવાનું કહી આ તમામે હુમલો કર્યો હતો. આદમ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. (૧૪.૧૮)

(3:41 pm IST)