Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

માનવ જીવનને ઉપયોગી સંસોધન કરતાં ધોળકીયા સ્કુલના બાળ વૈજ્ઞાનિકો અમી અને સુજલ

અમેરીકામાં ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું : બંને વિદ્યાર્થીઓએ ગૌરવ અપાવ્યું : સુજલ ભુવાએ ખેડૂતો માટે વિકસાવી 'સ્માર્ટ ફાર્મિંગ' પધ્ધતિઃ અમી ભૂડીંયાએ આલ્કલાઇન પાણી બનાવવાની નવી ટેકનીક વિકસાવી

રાજકોટઃ તાજેતરમાં જૂન ૨૦૨૧ દરમ્યાન અમેરિકાના ન્યૂયોક સ્ટેટમાં    જીનીયસ ઇન્ટરનેશનલ ઓલીમ્પીયાડ ૨૦૨૦-૨૧ યોજાઈ ગયો. જેમાં સમગ્ર વિશ્વમાંથી ૮૪ દેશના બે હજાર બાળવૈજ્ઞાનિકોએ પોતાના  ૧૨૪૫  પ્રોજેકટ રજૂ કર્યા હતા. તેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી માત્ર બે પોજેકટ જ પસંદગી પામ્યા હતા અને આ બંને રાજકોટની  ધોળકિયા સ્કૂલના બાળવેજ્ઞાનિકો સુજલ ભુવા અને અમી ભુંડિયાએ તૈયાર કરેલા હતા.

 સામાન્ય રીતે માર્ચ - ૨૦૨૦ થી કોવિડ-૧૯ ની મહામારીને લીધે શાળાઓ બંધ રહી અને ઓનલાઈન શિક્ષણકાર્ય ફરજિયાત બન્યું તેવા સમયે ફોર્મલ અને ઈનફોમલ એજ્યુકેશનમાં પણ ધોળકીયા સ્કુલે  ફરી અવિસ્મરણીય સિધ્ધી મેળવી  છે. અમેરિકામાં જુન -ર૦ર૧ માં યોજાયેલ    જીનીયસ  ઇન્ટરનેશનલ ઓલીમ્પીયાડ ૨૦૨૦ - ૨૦૦૨૧ માં ધોરણ - ૮ માં અંગ્રેજી માઘ્યમમાં અભ્યાસ કરતા શાળાના બાળવેજ્ઞાનિક સુજલ ભુવાએ સમગ્ર વિશ્વમાં ઓનરેબલ મેન્શન એવોર્ડ મેળવી ભારત દેશને ગૌરવ અપાવ્યું છે.    ધોળકિયા સ્કૂલમાં   ૨૦૨૦ ના ઓગસ્ટ માસ દરમિયાન ઓનલાઈન સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના૧૨૦૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીઘો હતો. તજજ્ઞો દ્વારા તેમાંથી શ્રેષ્ઠત્તમ ૧૯૪ પ્રોજેકટને ઈન્ટર સ્કૂલ સાયન્સ ફેર માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેમાંથી નવીનતમ વિચારોને આધારે ૬૦ જેટલા બાળવેજ્ઞાનિકોના પ્રોજેકટ રિસર્ચ ફેર માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિવિધ પ્રોજેકટને શાળાના સંચાલકો, શિક્ષકો અને નિષ્ણાંતોની મદદથી અપગ્રેડ કયા. તેના આધારે શહેર-જિલ્લા-રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે યોજાતા વિવિધ વિજ્ઞાનમેળાઓમાં બાળવૈજ્ઞાનિકોએ ભાગ  લીધો હતો.

ખેતીની પ્રક્રિયાને ટેકનોલોજી આધારિત સુગમ અને સરળ બનાવવા માટે એક નવીનતમ પદ્ધતિ સુજલે વિકસાવી છે. તે માટે વિભાબેન અને પરિનભાઈ ભુવાના સુપુત્ર સુજલ 'સ્માર્ટ ફા્મિંગ' પ્રોજેકટ તૈયાર કયો. તેમાં મોબાઈલની મદદથી ખેડૂત ખેતરમાં ગયા સિવાય મોબાઈલ દ્વારા મોટાભાગની ખેતીની પ્રકિયાઓને સ્માર્ટલી ઓપરેટ કરી શકે છે. આ પ્રોજેકટથી ખેતીમાં રહેલા છોડવાઓને સમયસર અને જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં પાણી આપી શકાય છે. તેમજ વધુ પ્રમાણમાં રહેલા ભેજને દૂર કરી શકાય છે તથા ખેતીના પાકોનું ઓનલાઈન મોનિટરીંગ કરી શકાય છે. આ પ્રકારે સુજલે પોતાના સંશોધનથી સ્માર્ટ કામિંગ ટેકનોલોજી વિકસાવેલ છે. આ માટે જામજોધપુરના સાજળિયાળી ગામમાં આવેલા ખેતરમાં તેમણે સંશોધન કાર્ય કર્યું. સુજલના આ ઈનોવેટીવ અને ઉપયોગી સંશોધનના કારણે ભારત સરકાર દ્વારા યોજાતા અનેક પ્રકારના રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં તેઓને એવોડ અને સર્ટિકિકેટ એનાયત થયેલા છે.

 ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા દર વર્ષે શાળા કક્ષાએ ઇન્સપાયર એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ દરમિયાન ધોળકિયા શાળાના ૧૨ બાળવેજ્ઞાનિકોને  ઇન્સપાયર એવોર્ડ સાથે દરેકને રૂ.૧૦ હજારનો રોકડ પુરસ્કાર સાથે અમી અને સુજલને પણ ઇન્સપાયર એવોર્ડ મળેલ હતો.

જયારે અન્ય એક પ્રોજેકટ ધ્વનિબેન અને હિતેશભાઈની સુપુત્રી અમીએ ઘરગથ્થુ પદ્ધતિ દ્વારા આલ્કલાઈન પાણી બનાવવાની નવી ટેકનીક વિકસાવી હતી. આ આલ્કલાઈન પાણી માનવ સ્વાસ્થય માટે ખૂબ જ ઉપયોગી છે જ રૂધિરની પીએચ ૭.૫ થી વધારે જાળવી રાખે છે, પરિણામે માનવી તંદુરસ્તી જળવાઈ રહે છે સામાન્ય રીતે બજારમાં મળતું આલ્કલાઈન વોટર ફિલ્ટર ખૂબ જ મોંઘું હોય છે પરિણામે મધ્યમ વગના લોકોને તે પરવડતું નથી. અમીએ વિકસાવેલી આ ટેકનોલોજી ઘરગથ્થુ સાધન તરીકે ઉપયોગી છે અને સામાન્ય માણસ પણ વાપરી શકે છે. અમીએ તૈયાર કરેલ પોજેકટ ભારતમાં યોજાતા વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના મેળામાં પણ પસંદગી પામ્યો હતો. વિવિધ એવોર્ડ વડે પણ સન્માનિત થયો હતો. આ પ્રોજેકટ સાથે અમી એ  નેશનલ ચિલ્ડ્ન સાયન્સ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના મેળામાં રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે જ રીતે બેંગ્લોરમાં યોજાયેલ આઇએનએસઇએફ નેશનલ ફેરમાં સિલ્વર મેડલ સાથે સમગ્ર ભારતમાં બીજો કમ પ્રાપ્ત કર્યાે હતો. પરિણામે  મે-૨૦૨૦ માં અમેરિકામાં યોજાતાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળા  જીનીયસ ઓલિમ્પિયાડમાં તેની પસંદગી થઈ હતી. પરંતુ કોરાના મહામારીને કારણે સમગ્ર વિશ્વ લોકડાઉનમાં હતું તેથી આ સ્પધા મુલત્વી રહી હતી. અમીના આ સંશોધન પ્રોજેકટની અગત્યતાને કારણે જીનીયસ ઓલમ્પિયાડમાં આ પ્રોજેકટને ૨૦૨૧ માં રજૂ કરવા માટે પસંદ કરી લીધો. આમ જીનીયસ ઓલિમ્પિયાડ ૨૦૨૧ માં ધોળકિયા સ્કૂલના એક સાથે બે પોજેકટ રજૂઆત પામ્યા. સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ પોજેકટ રજૂ પામ્યા હતા અને બંને ધોળકિયા સ્કૂલના હતા.

 અમીએ તૈયાર કરેલ પોજેકટે ભારતમાં યોજાતા વિવિધ પ્રકારના વિજ્ઞાનમેળા જેવા કે IPR INSTITUTE FOR PLASMA RESÛEARCH EUREKA 3.0  ચિલ્ડ્ન ઈનોવેશન ફેસ્ટિવલ(clf) ઈન્સ્પાયર એવોડ, ઈન્ટરનેશનલ ફેર તેમજ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં દરેક જગ્યાએ શ્રેષ્ઠતમ દેખાવ સાથે એવોર્ડ મેળવ્યો છે અને આ સાથે પરિવારનું તથા શાળાનું ગૌરવ વધારેલ છે. 

(3:17 pm IST)