Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મ.ન.પાનું ૭૫ ટકા બજેટ વણ વપરાયેલુઃ વશરામ સાગઠિયા

વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૧૯-૨૦ માં બજેટમાં ૧૨૦૩૨,૩૧ કરોડ મંજુર કર્યા અને વિકાસ કામો લગભગ ૩૦૦૦ કરોડ, પગાર ખર્ચ અને પરચુરણ ખર્ચ લગભગ ૪ હજાર કરોડઃ છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ કામો ૨૫ ટકા જ થયાઃ વિપક્ષીનેતાનો આક્ષેપ

રાજકોટ,તા. ૧૩: વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં મ્યુ. કોર્પોરેશનના બજેટમાં શહેરના વિવિધ વિકાસ કામો ૨૫ ટકા થયા. અને શહેરી જનોને પાંચ વર્ષ પહેલા શાસકોએ દેખાડેલા સપનાઓ હજુય ચાલુ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યા આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યુ હતું કે,  વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં મહાનગરપાલિકામાં શાસકો પ્રજાના કામો કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યાનો આક્ષેપ કયો છે.  તેમજ વર્ષ ૨૦૧૪માં જાહેર કરેલા કામો હજુ આજની સ્થિતિએ પણ માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે અને પ્રજાને ચૂંટણી સમયે માત્ર મોટામોટા વાયદાઓ આપનાર જુમલેબાજી કરનાર શાસકો છેલ્લા પાંચ વર્ષના કામોનો હિસાબ આપે. મનપાના બજેટમાં દર વર્ષે લેવામાં આવતા કામો જે દર વર્ષે ૨૦ ્રુ થી ૨૫ ્રુ કામો કેમ થાય છે ? જો કામો તમારે પુરા ન કરવા હોય તો દર વર્ષે રાજકોટની જનતાને ખોટા સપનાઓ શા માટે દેખાડો છો તેવા વર્ધક સવાલો કર્યા છે?

વધુમાં શ્રી સાગઠિયાએ જણાવ્યું હતું કે, હાલ ચુંટણી નજીક આવી રહી હોય કોરોનાનો કહેર પણ ચારેય તરફ વધી રહેલ હોય તેવા કપરા મહામારીના સમયે પણ શાસકોએ એક નાનું એવું કામ કર્યું હોય તો પણ ફોટા પડાવવા માટે સોસીયલ ડીસટન્સ જાળવ્યા વગર જ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કરતા હોય છે પણ લોકોની પાયાની જરૂરીયાત જેવા કામો કાયમી રહી જતા હોય છે કોંગ્રેસ દ્વારા અવારનવાર ઘરણા, સ્થળ ઉપર ઉપવાસ, અને કમિશ્નરને વારંવાર રજુઆતો કરવામાં આવી રહેતી હોય છે.

અંતમાં શ્રી સાગઠિયા જણાવ્યું હતું કે, છેલ્લા ૫ વર્ષથી દર વર્ષે બજેટમાં જોગવાઈ મુકવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી આ કામોની શુ સ્થિતિ છે તે વિસ્તૃત વિગતો દર્શાવવામાં આવ્યું છે. દર વર્ષે જે મોટામોટા સપનાઓ દેખાડાય છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. હાલ ચુંટણીનું વર્ષ છે ત્યારે શાસકો દ્વારા રાતોરાત મોટામોટા સપનાઓ દેખાડવામાં આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

(3:55 pm IST)