Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજકોટના જાણીતા પિચ કયુરેટર રસિકભાઈ મકવાણાનું અવસાન

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના ખેલાડી કમલેશ મકવાણાના પિતાશ્રી અને : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ૪૦ વર્ષ સેવા આપીઃ કયુરેટીંગના માસ્ટર- બહોળો અનુભવ હતોઃ ક્રિકેટરોએ શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ,તા.૧૩: ભૂતપૂર્વ કયુરેટર અને ક્રિકેટર કમલેશ મકવાણાના પિતા શ્રી રસિકભાઇ મકવાણાનું આજે સવારે દુઃખદ અવસાન થયું છે. અવસાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને રાજકોટ- સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ દુઃખની લાગણી વ્યકત કરી હતી.

રસીકભાઈ લગભગ ૮૦ ના દાયકાની શરૂઆતથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે મેદાન અને પીચોને કયુરેટિંગમાં જોડાયેલા હતા. તેની પાસે કયુરેટિંગ, જમીન અને તેની લાક્ષણિકતાઓ વિશે વિશાળ અનુભવ અને નોલેજ હતું.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના મેદાન અને નેટ પ્રેકિટસ ક્ષેત્ર તેમજ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ સહિતના વિવિધ ક્રિકેટ મેદાન માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમમાં કયુરેટિંગ કરનાર એક મહત્વપૂર્ણ વ્યકિત હતા. તેમણે ક્રિકેટના તમામ સ્વરૂપો માટે કયુરેટર તરીકે તેમની સેવાઓ પ્રસ્તુત કરી છે. તેમણે કયુરેટર્સ માટે બીસીસીઆઈના અનેક પરિષદો / સેમિનારોમાં ભાગ લીધો હતો.

શ્રી નિરંજન શાહ, (પૂર્વ બીસીસીઆઈ અને એસસીએના સેક્રેટરી)એ સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યું હતું કે, રસિકભાઇ આનંદી માણસ હતા અને કયુરેટિંગ પીચ અને મેદાનનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધતાવતા હતા.

સ્વ.રસિકભાઈને 'અકિલા' સાથે ખાસ નાતો હતો. રાજકોટના મેદાનમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમાનાર હોય તેઓ પિચ અંગેની તમામ વિગતો જણાવતા 'અકિલા' પરિવારે પણ બે મિનિટ મૌન રાખી સદ્દગત રસિકભાઈને શ્રધ્ધાંજલી  અર્પી હતી.

(3:54 pm IST)