Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ખાંભોદરનો ગઢવી શાપરમાં ઝડપાયો

નકલી પ્રમાણ પત્ર બનાવવાના ગુન્હામાં ફરાર

રાજકોટ,તા.૧૩ : પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડાવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ. એચ.ડી. હિંગરોજા એ.ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૦૦૩૧૮ આઇપી.સી.ક. ૪૬૫,૪૭૩,૪૭૬,૧૨૦-બી ૧૧૪ મુજબના કામનો આરોપી હરેશભાઇ દેવદાનભાઇ નરેલા રહે. શાપર વાળો રીબડા ચોકડી પાસે ઉભેલ હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર હકિકત વાળી જગ્યગાએથી મળી આવતા તપાસના કામે ગોંડલ તાલુકા પો.સ્ટે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જુનાગઢ એ- ડીવીઝન પો.સ્ટે તથા જુનાગઢ કંટ્રોલમાં જાણ કરેલ છે.

હરેશભાઇ ગઢવી (ઉવ.૩૦)(રહે. મુળગામ નટરવર ખાંભોદર તા.જી.પોરબંદર) (હાલ રહે. શાપર-વેરાવળ, શીતળા માતાજીના મંદીર પાસે રાધેશ્યામ સોસાયટસને)ને એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમિતભાઇ કનેરીયા તથા પો.કોન્સ. રણજીતભાઇ ઘાઘલ એ ઝડપી લીધો હતો.

(2:59 pm IST)