Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ડો.મયંક ઠક્કરને કોરોના વોરીયર્સનો રાષ્ટ્રીય એવોર્ડથી બહુમાન થશે

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા ડોકટર્સ ડે નિમિતે અપાશે રાષ્ટ્રીય એવોર્ડ : આ વર્ષે કોરોના મહામારીમાં સેવા આપતા : દેશના ૮૦ તબીબોને એવોર્ડ અપાશેઃ આઇએમએ રાજકોટ પ્રમુખ ડો.જય ધિરવાણીએ ડો.રૂકેશ ઘોડાસરાની જાહેરાત

રાજકોટ, તા., ૧૩: ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા દેશભરમાં કોરોના મહામારી સમયે વિશિષ્ટ સેવા આપનાર તબીબોને એવોર્ડ આપી સનમાનવામાં આવશે જે પૈકી રાજકોટના સેવાભાવી તબીબ ડો.મયંક ઠક્કરની આ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જે રાજકોટ તબીબી જગત માટે ગૌરવની વાત છે. એમ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટન ાપ્રમુખ  ડો. જય ધીરવાણી અને સેક્રેટરી ડો.રૂકેશ ઘોડાસરાની સંયુકત યાદીમાં જણાવાયુ઼ છે. દેશભરમાં કક્ષાના એવોર્ડ માટે પસંદગી તથા રાજકોટ તબીબી જગત દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે.

ડો.જય ધીરવાણીના જણાવ્યા અનુસાર આઇએમએ  દ્વારા દર વર્ષે ડોકટરર્સ ડે નિમિતે દેશભરમાં સેવાકીય પ્રવૃતી માટે તબીબોને ખાસ એવોર્ડ આપામાં આવશે જે આ વરસે કોરોના સારવાર ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર તબીબોને આપવામાં આવશે.

સારવાર સાથે તેનું મનોબળ મજબુત અને તેમજ સમાજમાં પણ લોકો જાગૃત બને અને ખોટા ભયથી દૂર રહી સાવચેત બને અને કોરોના મહામારીમાં સપડાય નહીં એ માટે ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તબીબો અને મેડિકલ સ્ટાફ સલામત રહી કોરોનાના દર્દીની સારવાર કરી શકે એ જરૂરી છે. સાથે સાથે લોકો જાગૃત બની સાવચેત રહે તો કોરાના સામેનો જંગ આપણે જીતી શકીશું. રાજકોટના ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંક ઠક્કર કોરોના મહામારીના શરૂઆતના તબક્કાથી જ સેવા કરી રહ્યા છે. તેમની ખાનગી હોસ્પિટલમાં શરૂઆતમાં સરકારની મંજુરી સાથે કોરોના દર્દીને દાખલ કરી સારવાર કરી હતી બાદમાં હાલ ખાસ કોરોના હોસ્પિટલનું તેઓ સંચાલક કરી રહ્યા છે. કોરોનાની મહામારી સામે સારવાર માટે તબીબો અને મેડિકલ સ્ટાફ માટે અત્યંત જરૂર એવી પી.પી.ઇ.કીટની શરૂઆતમાં તંત્રી હતી જરૂરીયાત પ્રમાણે કીટઉપલબ્ધ નહોતી એવા સમયે ડો. મયંક ઠક્કર અને તેમની ટીમ દ્વારા ખાસ પી.પી. ઇ.કીટનું ઉત્પાદન કરાવવામાં આવ્યું હતું. દેશભરમાં રાજકોટ આઇ. એમ. એ. એકમાત્ર તબીબી સંસ્થા હતી. કે જેમણે આ પ્રકારે સરકારના તમામ જરૂરી માપદંડો સાથે પી.પી.ઇ.કીટનું લોકલ લેવલે પ્રોડકશન કરાવી તબીબોને કીટ આપી હતી તેમજ સરકારને પણ દસ હજાર જેટલી કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ લોકો માટે જરૂરી એવા સેનેટાઇઝરની પણ તંગી હતી. આઇ.એમ. એ. રાજકોટના ડો. મયંક ઠક્કર અને તેમની ટીમ દ્વારા અંદાજે ૬ હજાર લીટર જેટલું સેનીટાઇઝર તૈયાર કરાવી તબીબો અને હોસ્પિટલોને વિતરણ કરવામાં આવ્યું હતું. પી.પી.ઇ. કીટ અને સેનીટાઇઝરના પ્રોડકશન માટે આઇ.એમ.એ. રાજકોટના ત્યારના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, સેક્રેટરી ડો. તેજસ કરમટા સહિતના તબીબોની સહયોગ મળ્યો હતો.

આઇ.એમ.એ. ના સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાના જણાવ્યા અનુસાર , કોરોના મહામારીના આ સમયે કોરોનામાં સપડાયેલાં દર્દીની હાલત ગંભીર બને ત્યારે તેની સારવાર માટે વેન્ટીલેટરની જરૂર પડતી હોય છે. દેશમાં વેન્ટીલેટરની સંખ્યા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતી, આવા સમયે રાજકોટની એક કંપની દ્વારા ચેલેન્જ પ્રોડકશન ટીમમાં ટેકનીકલ સહયોગમાં ડો. મયંક ઠક્કર અને તેમની ટીમ સક્રિય રીતે જોડાયેલી હતી. ડો. મયંક ઠક્કર કોરોના મહામારી કોરોનાના દર્દીની સારવાર તબીબો-મેડિકલ સ્ટાફ માટે જરૂરી પી.પી.ઇ.કીટ, સેનીટાઇઝ, ખાસ કોરોના હોસ્પિટલમાં નિર્માણ એમ તમામ પ્રકારે સેવારત રહ્યા છે.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કોરોના મહામારી સમયે વિશિષ્ટ કામગીરી કરનાર તબીબોને 'કોરોના વોરીયર્સ'નો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપી સન્માનવામાં આવશે. રાજકોટના ડો. મયંક ઠકકર સહિત ગુજરાતના ૧૦ તબીબોની આ એવોર્ડ, માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં મહેસાણાના ડો. વૈભવ ચૌધરી, અમદાવાદના ડો. જીગર મહેતા, ડો. તુષાર પટેલ, ડો. મેહુલ શાહ, ડો. મોના દેસાઇ, ભાવનગરના ડો. ઇલા હડીયાલ, સુરતના ડો. સી. કે. પટેલ, ડો. પારૂલ વડગામા અને હિંમતનગરના ડો. ભગતરામ સોમાણીનો સમાવેશ થાય છે.

આઇ. એમ. એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ. એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, આઇ. એમ. એ. -રાજકોટ ના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા, રાજકોટના ગુજરાત આઇ. એમ. એ. ના પૂર્વ ઉપપ્રમુખો સર્વશ્રી ડો. એમ. કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, ડો. અમિત હપાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના ડો. ભાવિન કોઠારી, મેડિકલ ફેકલ્ટીના ડિન ડો. વિજય પોપટ (જામનગર), રાજકોટ આઇ. એમ. એ. ના વરિષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીયા, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી. આર. બાલધા, સંઘ ચાલક - રાજકોટ મહાનગર આર. એસ. એસ. ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. કીર્તિભાઇ પટેલ, ડો. રાજેશ તેલી, ડો. વસંત સાપોવાડીયા, ડો. દિલીપભાઇ પટેલ,ડો. ભાવેશ સચદે, ડો. કિરીટભાઇ દેવાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપેશ ભાલાણી, ડો. પારસ ડી. શાહ, ડો. અમિત અગ્રાવત, ડો. અતુલ હિરાણી, ડો. યોગેશ રાયચુરા, ડો. હિમાંશુ ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા, ડો. રશ્મી ઉપાધ્યાય, રાજકોટ મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, રાજકોટ સીવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, આઇ. એમ. એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ, જાણીતા ગાયનોલોજીસ્ટ ડો. દર્શના પંડયા સહિત તબીબી અગ્રણીઓએ ડો. મયંક ઠકકરને શુભેચ્છા પાઠવી હતી.

(2:53 pm IST)