Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શ્યામ નામ જગમેં છાયા, પ્રભુ કી અજબ હૈ માયા...

જન્માષ્ટમી મહોત્સવને અનુરૂપ સૂત્ર મોકલો, ઇનામ જીતવાની તક

આરોગ્ય, દેશભકિત, આત્મનિર્ભર, સરહદી સુરક્ષા, સ્વચ્છતા વગેરે પૈકી કોઇ એક કે એકથી વધુ મુદ્ને આવરી લઇને હિન્દી અથવા ગુજરાતીમાં પ્રમાણસર શબ્દોનું સૂત્ર ૧૭ જુલાઇ સુધીમાં મોકલી શકો છોઃ વિજેતા થનાર સૂત્રને સમગ્ર ઉજવણીમાં ગજાવાશે

રાજકોટ તા. ૧૩ :.. છેલ્લા ૩૪ વર્ષથી અલગ-અલગ થીમ અને પ્રેરક સૂત્રો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી ઉત્સવ  ખૂબ રંગે-ચંગે ઉજવવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવને સંલગ્ન એક સૂત્ર આપવામાં આવે છે તે સૂત્ર અને ટીમને લઇને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થાય છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના જોમ અને જુસ્સો પ્રેરતા સૂત્રો આપવામાં આવે છે. જેમાં દેશનું સાર્વ ભૌમત્વ, હિન્દુત્વ, સ્વચ્છતા, રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા, રામ જન્મભૂમિ, રામ મંદિર અને જે તે સમયના મુદાઓ ઉપર આધારીત સૂત્રોને લઇને દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.

ગત વર્ષે એક નવતર પ્રયાસના ભાગરૂપે વિ.હિ.પ. દ્વારા સૂત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં કૃષ્ણ ભકતોએ આ સૂત્ર સ્પર્ધામાં જોડાવા માટે અપીલ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો. ૯૪ર૭ર ર૧૧ર૪ ઉપર સંપર્ક સાધી શકાય છે.

સ્પર્ધામાં કોઇપણ વ્યકિત ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ગુજરાતી અને હિન્દી ભાષામાં સૂત્ર આપવાનું રહેશે. બહુ ટૂકૂ નહિ અને બહુ વધુ પડતુ લાંબુ નહિ એ પ્રકારના સૂત્ર આવકાર્ય છે એટલે કે ઓછા શબ્દોમાં વધુ અર્થ સાથે મેસેજ આપે એવા સૂત્રો ઇચ્છનીય છે. આ વખતે આરોગ્ય, દેશભકિત, આત્મનિર્ભર, સરહદી સુરક્ષા અને સ્વચ્છતા વિષય પર આધારિત સૂત્ર બનાવવાના રહેશે. દરેક સ્પર્ધકોને વિશેષમાં વિષયને લઇને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડી સૂત્રો મોકલશો તો સમાજને નવી દિશા મળશે તેમજ આ વિષયને આનુસાંગીક કોઇ કૃષ્ણ ભગવાનનો ફોટો હોય તો તે પણ સાથે મોકલવા. સૂત્ર ઉપરોકત કોઇપણ એક અથવા એકથી વધુ મુદાને આવરી લઇને બનાવી શકાશે.

સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે સુંદર સૂત્ર બનાવી સાથે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર લખી લેખિતમાં વિ.હિ.પ. આયોજીત જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલય, ૮-મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે અથવા વિ.હિ.પ.ના પશ્ચિમ જિલ્લા મંત્રી રાહુલભાઇ જાની મો. નં. ૮પ૧૧૩ ૧૧૦૦૮ તથા પૂર્વ જિલ્લા સહમંત્રી સુશીલભાઇ પાંભર મો. નં. ૯૮૭૯ર ૧૬૭૪૭ તથા પ્રેસ મીડીયા ઇન્ચાર્જ પારસભાઇ શેઠના મો. નં. ૯૮રપર ૮૮૩૩ર ઉપર વોટસએપ દ્વારા ૧૭-૭-ર૦ર૦ ને શુક્રવાર સુધીમાં મોકલી શકાશે.

(2:49 pm IST)