Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સામા કાંઠાના મોૈલિક લુહાર પર સગાઇ તોડાવી નાંખ્યાની શંકાથી હુમલોઃ મારી નાંખવાની ધમકી

ત્રિવેણી ગેઇટમાં રહેતાં અશોક અને દિનેશ ગોહેલે પહેલા ફોનમાં ડખ્ખો કર્યો ત્યાર પછી ૫૦ ફુટ રોડ પર ફર્નિચર કામના સ્થળે આવી ધબધબાટી બોલાવી

રાજકોટ તા. ૧૩: સામા કાંઠે રહેતાં અને ફર્નિચર કામની મજૂરી કરતાં લુહાર યુવાન પર તેણે સગાઇ તોડાવી નાંખ્યાની શંકા કરી સામા કાંઠા વિસ્તારના જ બે ભાઇઓએ હુમલો કરી ઢીકા-પાટુનો અને લાદીથી માર મારી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

 

પોલીસે આ બારામાં સંત કબીર રોડ શકિત સોસાયટી-૩માં રહેતાં મોૈલિક કરસનભાઇ પંચાલ (ઉ.૨૨) નામના લુહાર યુવાનની ફરિયાદ પરથી ત્રિવેણી ગેઇટ અંદર ચાંદની પાનવાળી શેરીમાં રહેતાં અશોક જેરામભાઇ અને દિનેશ જેરામભાઇ ગોહેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

 

મોૈલિકે ફરિયાદમાં જણાવ્યું છે કે અશોકભાઇની સગાઇ કચ્છના ગાંધીધામ ખાતે થઇ હતી. આ સગાઇ તૂટી જતાં તેમાં પોતે અને પિતા કરસનભાઇએ ભાગ ભજવતાં સગાઇ તુટી છે તેવી શંકા વ્હેમ કરી અશોકભાઇએ ફોન કરી બોલચાલી કરી હતી. એ પછી પોતે મામા સાહેબ રોડ ૫૦ ફુટ રોડ પર શ્રી બંગ્લોઝ ખાતે ફર્નિચાર કામ કરી રહ્યો હતો ત્યારે અશોકભાઇ અને દિનેશભાઇએ આવી ઝપાઝપી કરી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મોૈલિક ઝપાઝપીમાં નીચે પડી જતાં દિનેશે પાછળથી અચાનક આવી લાદીનો ટૂકડો ફટકારી દેતાં ચા ટાંકા આવ્યા હતાં. બી-ડિવીઝનના એએસઆઇ સુધાબેન પાદરીયાએ હુમલાખોર બંને ભાઇઓ સામે એફઆઇઆર દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(1:07 pm IST)