Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કાલથી દિલ્હી-રાજકોટ ફલાઈટનો પ્રારંભ : વાયા સુરત થઈને દોડશે

આવતીકાલથી દિલ્હી-રાજકોટ વાયા સુરત થઈને દિલ્હી ફલાઈટનો પ્રારંભ થઈ રહ્યો છે : આ ફલાઈટ દિલ્હીથી બપોરે ૨:૧૦ ઉપડી રાજકોટ બપોરે ૩:૫૦એ પહોંચશે : રાજકોટથી ૫ વાગ્યે ઉપડી ૫:૪૫ વાગ્યે સુરત પહોંચશે : સુરતથી સાંજે ૭ વાગ્યે ઉપડી દિલ્હી રાત્રે ૯ વાગ્યે પહોંચશે : અઠવાડીયામાં બે દિવસ મંગળવાર અને ગુરૂવાર રાજકોટ અને દિલ્હી વચ્ચે દોડશે : કાલની ફલાઈટમાં દિલ્હીથી રાજકોટ ૪૫ મુસાફરો આવશે : રાજકોટથી દિલ્હી જવા માત્ર ૧૨ મુસાફરોએ બુકીંગ કરાવ્યુ : રાજકોટથી સુરત જવા માટે ૧ મુસાફરે બુકીંગ કરાવ્યુ છે : સુરતથી દિલ્હી જવા માટે ૧૫ મુસાફરોએ ટીકીટ લીધાનુ એર ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યુ છે : કાલે રાજકોટ આવનાર મુંબઈ-રાજકોટ-મુંબઈની ફલાઈટ એક કલાક મોડી આવશે : સાંજે ૬:૨૦ વાગ્યે આવી અને રાબેતા મુજબ ૭:૨૦ વાગ્યે બોમ્બે જવા રવાના થશે

(10:47 am IST)