Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

માધાપરની જમીન અંગે થયેલા દાવો રદ કરી વાદીને ખોટો દાવો કરવા અંગે કોસ્ટ ફટકારાઇ

રાજકોટ તા. ૧૩: રાજકોટ તાલુકાના માધાપરના રેવન્યુ સર્વે નં. ૩૭ ના પ્લોટ નં. ૧૪ ની કિંમતી જમીન ચો. વાર ૪૪૪-૪૪ અંગેનો દાો રદ કરી, વાદીએ ખોટો દાવો કરવા બદલ રૂ. ૧૦૦૦/- કોસ્ટ ફટકારી સીવીલ જજ શ્રી એચ. એસ. દવે મેડમે મહત્વનો ચુકાદો આપેલ હતો.

વાદી શબ્બીરભાઇ ફઝલેઅબ્બાસ તેલવાલાએ રાજકોટ તાલુકાના ગામ માધાપરના રેવન્યુ સર્વે નં. ૩૭ ઉપર આવેલ સૌરાષ્ટ્ર કો.ઓ.હા.સો.લી.ના બીન ખેડવાણ અને રહેણાંક હેતુ માટે ઇમારત બાંધવાની મંજુરીવાળા પ્લોટસ પૈકી પ્લોટ નં. ૧૪ ની જમીન ચો. વાર ૪૪૪-૪૪ બરાબર ચો.મી. ૩૧૭-૬૧ આવેલી છે આ જમીન વાદીને આ સોસાયટી તરફથી ફાળવવામાં આવેલ છે તેવું જણાવી કહેવાતા દસ્તાવેજો રજુ કરી હાલનો દાવો દાખલ કરેલ છે અજીજભાઇ ભારમલના ગુ. પિતાશ્રીને આ જમીન પહેલેથી ફાળવવામાં આવેલ છે અને વાદીએ આવા દસ્તાવેજો ઉભા કરેલ છે અને ચેકચાકવાળા હોય તેમાં ફકત મંત્રીની જ સહી છે પ્રમુખની સહી નથી અને મંત્રી છે તે વાદી શબ્બીરભાઇ ફઝલેઅબ્બાસ તેલવાલાના સગા મામા થાય છે.

સીવીલ જજ શ્રી એચ. એસ. દવેએ પ્રતિવાદી અજીજભાઇ ભારમલનો બચાવ માનેલ અને વાદીના શેર સર્ટીફીકેટ પહેલાના શેર સર્ટીફીકેટ પ્રતિવાદીના ગુ. પિતાશ્રીના નામના છે અને તેમને સીવીલ કોર્ટમાંથી વારસા સર્ટીફીકેટ પણ મેળવેલ છે તેથી વાદીએ આવા ચેકચાકવાળા સર્ટીફીકેટ રજુ કરેલ છે તેમાં વાદીના મામ મંત્રી હોય, તેઓએ કોર્ટમાં જુબાની પણ આપેલ છે અને કોર્ટે માનેલ છે કે મામાશ્રીએ આપેલ જુબાની હિત ધરાવનાર સાહેદ તરીકેની છે અને જે તે સમયે એલોટમેન્ટ લેટરોમાં છબરંડા કરેલાનું જણાઇ આવે છે. આ રીતે દાવાવાળી જમીનનો કબજો પણ વાદી પાસે નથી અને દાવો મેન્ટેનેબલ ન હોય વાદીનો દાવો ખર્ચ સહીત રદ કરી પ્રતિવાદીને ખર્ચ અપાવેલ છે અને વાદીએ દાવો ખોટો દાવો કરવા બદલ રૂ. ૧૦૦૦/- કોસ્ટ કરેલ છે અને આવી રકમ તાલુકા કાનુની સહાય સમીતીમાં જમા કરવા હુકમ કરેલ છે. અજીજભાઇ ભારમલ વતી રાજકોટના એડવોકેટ ભરત પી. જોબનપુત્રા રોકાયેલ હતાં.

(3:58 pm IST)