Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

બાંધકામને લગતા પડતર પ્રશ્નો અંગે બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસો.ની શહેરી વિકાસ સચિવને રજૂઆત

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસીએશનના પ્રમુખ સુરેશભાઈ મણીયારના નેજાતળે એસોસીએશનના હોદેદારોએ રાજ્યના શહેરી વિકાસ સચિવ તથા રાજ્યના ચીફ ટાઉનપ્લાનરને લેખીત રજૂઆત કરી બાંધકામને લગતા પડતર પ્રશ્નો અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજકોટમાં એફએસઆઈ આપવામાં બેધારી નીતિ અપનાવાઈ છે. ઈત્તર વિસ્તારમાં ૨.૭૦ એફએસઆઈ મળે છે. તેને અડીને જ ૩ ફુટ દૂર સીટી વિસ્તાર બીમાં ૨.૫૦ કે તેથી ઓછી એફએસઆઈ આપવામાં આવે છે. એ અને બી બન્ને જગ્યાએ સરખી એફએસઆઈ કરવી જરૂરી છે. તેમજ આરએમસીમાં જ્યારે પ્લાન મુકીએ છીએ ત્યારે નળની લાઈન રહેવા દેતા નથી તે અંગે યોગ્ય કરવા, આરએમસી તેમજ રૂડામાં પ્લાન, કમ્પલીશન તેમજ અન્ય ડોકયુમેન્ટ માટેના ચાર્જીસમાં તોતીંગ ભાવ વધારો કરાયો છે. તે અંગે તાકીદે યોગ્ય કરવા, ઈન્ડસ્ટ્રીઝમાં ૧૦૦૦ મીટરથી વધુ મોટા પ્લોટમાં પ્લાન પાસ થઈ ગયો હોય તો પણ ૨૦ ટકા માર્જીન મુકાવે છે તે અન્યાયકર્તા છે તે અંગે યોગ્ય કરવા માંગણી કરાઈ છે.

તેમજ રેરામાં અરજી ઈન્વર્ટ થઈ ગયા બાદ બ્રોસર કે જાહેરાતની છૂટ આપવી જોઈએ તેના બદલે રેરા દ્વારા બિલ્ડરો પાસે અલગ અલગ કાગળો માગી હેરાન પરેશાન કરાઈ છે. રેરામાં ૧ દિવસનંુ કામ ૮ દિવસે થાય છે તે અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં માંગણી કરાઈ છે.

(3:58 pm IST)