Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકોટ જીલ્લા-તાલુકાની મેગા-લોક-અદાલત યોજાઇઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોનું વળતર મંજુરઃ કુલ ૭૧૬૧ કેસો મુકાયા

પ્રથમ બે કલાકમાં ર૦ ટકા કેસોનો નિકાલઃ લેણાના કેસોમાં મોટી રકમની રીકવરી કરાઇઃ મીડીએશનની કાર્યવાહી વધારવા મુખ્ય જજનું સુચન અંગે બાર. એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ હકારાત્મક અભિગમ દાખવ્યો

રાજકોટઃ આજે યોજાયેલ લોક અદાલતનું દિપ પ્રાગટય કરીને જીલ્લા ન્યાયાધીશ શ્રી ગીતાબેન ગોપીએ ખુલ્લી મુકી હતી. બાજુની તસ્વીરમાં લોક અદાલતમાં આવેલા પક્ષકારોને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવી રહેલા બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી સાથે અન્ય વકીલો મનીષભાઇ ખખ્ખર, વિપુલભાઇ કક્કડ દિનેશભાઇ અવલ દર્શાય છે..

 

રાજકોટ, તા., ૧૩: આજે રાજકોટ જીલ્લાની મેગા લોક-અદાલત યોજાઇ હતી જેમાં વિવિધ પ્રકારના કુલ ૭૧૬૧ કેસો મુકવામાં આવેલ હતા. આજે સવારના ૧૦.૩૦ કલાકે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી ગીતાબેન ગોપી મેડમ દ્વારા દિપ પ્રાગટય કરીને લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી.

આજે યોજાયેલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો-વકીલો ઉપસ્થિત રહયા હતા. જાણવા મળ્યા મુજબ પ્રથમ બે કલાકમાં અંદાજીત ર૦ ટકા કેસોનો નિકાલ થયાનું જાણવા મળે છે. અકસ્માત-વળતરના કેસોમાં કરોડોનું વળતર અપાયું હતું. જયારે ઇલેેકટ્ીક સીટી અને પાણીને લગતા બીલો અંગેના કેસોમાં પણ મોટી રકમની રીકવરીના આદેશો થયાનું જાણવા મળે છે.

આજના આ લોક અદાલતમાં બાર. એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી જીગ્નેશભાઇ જોષી, કારોબારી સભ્ય સંજયભાઇ પંડયા સહીતના હોદેદારો ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત સીનીયર જુનીયર વકીલો વીમા કંપની, મ્યુનિ. કોર્પોરેશન સહીતની વિવિધ કચેરીના અકિારીઓ ઉપસ્થિત રહયા હતા.

આજની આ લોક અદાલત દ્વારા મુજબ સેસન્સ જજશ્રી ગીતાબેન ગોપી દ્વારા જણાવવામાં આવેલ કે ડોમેસ્ટીક બાયોલન્સ એકટના કેસો.નો વધારો થઇ રહયો છે. પતિ-પત્નીના મહિલાઓને લગતા કેસોમાં વધારો થઇ રહેલ છે. ત્યારે આવા કેસો દાખલ થયાના પ્રથમ ૬૦ દિવસમાં જો મીડીએશન સેન્ટરમાં આવા કેસો મુકવામાં આવે તો કેસો ચાલતા પહેલા જ ઘણા કેસોનો નિકાલ થઇ રહયો છે.

આ માટે બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ પણ હકારાત્મક અભિગમ અપનાવીને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા ઉપર ભાર મુકયો હતો.

આ લોક અદાલતને સફળ બનાવવા બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, સહીતના હોદેેદારોએ લોક અદાલતને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ન્યાયાધીશોમાં પી.કે.સતિષકુમાર, શ્રી ઠકકર, શ્રી બક્ષી, શ્રી દવે, શ્રી વસવેલીયા શ્રી પડીયા સહીતના જજીસ ઉપસ્થિત રહયા હતા.

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે તા. ૧૩-૭/ર૦૧૯ ના રોજ રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવ્યા હતા સદર લોક અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (ર) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણાના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (પ) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવેલ હતા.

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ.ગીતા ગોપી મેડમ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે લોક અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તાછે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહી તેમજ કોઇનો પરાજય નહી તેવી પરીસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળેે છે.

આજથી આ લોક-અદાલતમાં કલેેઇમ પ્રેકટીશનર્સ વકીલોમાં એન.આર.શાહ, પી.આર.દેસાઇ, ગોપાલ ત્રિવેદી, રાજેશ મહેતા, અશ્વીન પોપટ, જે.ેપી.  ત્રિેવેદી, રક્ષાબેન ઉપાધ્યાય વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:56 pm IST)