Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રમત-ગમત જગતને ભાજપના સભ્ય બનાવી સંગઠન પર્વની ઉજવણી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને સંગઠન પર્વના ઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઈન્ચાર્જ પુષ્કર પટેલ, ડો.દર્શિતાબેન શાહની આગેવાની હેઠળ સંગઠનપર્વ અંતર્ગત રેસકોર્ષ ખાતે રમત-ગમત સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના રમતવીરોને પાર્ટીની વિચારધારા સાથે જોડવાના આશયથી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના ઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ અગ્રણી કૌશિક અઢીયા સહિતનાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીનીયર સીટીઝન ક્રિકેટ એસોસીએશનના મયુરસિંહ ઝાલા, કિશોરસિંહ જેઠવા, હોકી કોચ મહેશભાઈ દીવેચા, ફૂટબોલના રેફરી - રોહિતભાઈ બુંદેલા, સ્વીમીંગના દુષ્યંતભાઈ જોષી, ક્રિકેટના કૌશિકભાઈ અઢીયા તેમની ટીમ સહિતના ભાજપના સદસ્ય બન્યા હતા. આ તકે આઈટી સોશ્યલ મીડિયાની વ્યવસ્થા મનોજ ગેરૈયાએ સંભાળી હતી.

(3:54 pm IST)