Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

શિક્ષણ સમિતિ તથા શેર સ્માઇલ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ

રાજકોટ : નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ નથા શેર વીથ સ્માઇલ એન.જી.ઓ. દ્વારા સરકારી કોર્પોરેશનની શાળામાં ધોરણ ૧ થી ૮ માં ભણતા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૭૨૨ અનાથ બાળકોને આવરી લેવાયા હતા. આ કાર્યક્રમમાં ચેરમેના નરેન્દ્રસિંહ ઠાકુર, ડીઇઓ,આર.એસ. ઉપાધ્યાય, નાયબ ડીપીઇઓ કિરીટસિંહ પરમાર, સંસ્થાના પ્રમુખ કપિલભાઇ પંડયા, દાતા પન્નાબેન વ્યાસ, પુજાબેન વ્યાસ, મોનીકભાઇ ગોકાણી, રોહિતભાઇ પટેલ, આશિષ કાસમપરા, સાબરકાંઠાના નાયબ ડી.પીઓ. પટેલ સહીતના આગેવાનો હાજર રહીને બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ હતી.

સમગ્ર કાર્યક્રમમાં શેર વીથ સ્માઇલના પ્રમુખ કપીલભાઇ પંડયાએ સ્વાગત તથા અરૂણભાઇ દવેએ સમગ્ર સંચાલન કરેલ હતું. સર્વ મહેમાનો-દાતાનુંં મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. સમગ્ર આયોજનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સદસ્યશ્રીઓ, ભગીરથસિંહ જાડેજા, રાહુલ ઝિંઝુવાડિયા તેમજ સમગ્ર ઓફીસ સ્ટાફ એ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાયક્રમમાં આચાર્યશ્રી, યુ.આર.સી અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર તથા લાભાર્થી છાત્રો, શિક્ષણ અગ્રણી, શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનથી શિક્ષક સમાજમાં સહયોગી સંસ્થા શેર વીથ સ્માઇલ એન.જી.ઓ.ની સરાહના કરી હતી.

(3:52 pm IST)