Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા મેગા સરસ્વતી સન્માન- શિલ્ડ અર્પણ- સ્કૂલ બેગ વિતરણ

૩૫૦૦થી વધુ ફોર્મ વિતરણ, કડીયા જ્ઞાતિના ૭ થી ૮ હજાર લોકોનો મહાસમારંભ, દેશભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહેશેઃ નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટ,તા.૧૩: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમાજમાં શિક્ષણનું વ્યાપ વધે તથા સમાજના વિદ્યાર્થી ભાઈઓ- બહેનોને ભણતર પ્રત્યે વધારે રૂચિ રહે અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આ વર્ષે પણ જ્ઞાતિ સમસ્તના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ તથા સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના ફોર્મ જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય, ૧- ગોપાલનગર, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી વિતરણ શરૂ કરી દેવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૩૫૦૦ જેટલા કડિયા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ આ ફોર્મ મેળવી લીધેલ છે. ફોર્મ ભરીને પરત તા.૧૫ સુધીમાં સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ કોઈપણ વ્યકિતને કોઈપણ સંજોગમાં ફોર્મ આપવામાં આવશે નહી જેની નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ ૧૦ શરૂ કરીને પોસ્ટ ગ્રેજયુએટ સુધીમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે ગ્રેજયુએટ ક્રમાંકે આવતા હોય તેઓ દરેકને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. અંગ્રેજી તથા ગુજરાતી મીડીયમનાં વિદ્યાર્થીઓને દરેકને પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકને શીલ્ડ આપવાનું નકકી કરવામાં આવેલ છે. આ ઉપરાત જ્ઞાતિના વિદ્યાર્થીઓ કે જે વિવિધક્ષેત્રમાં જેવીકે કલા, સંસ્કૃતિ, નાટય, અભીનય, સંગીત, યોગ વગેરેમાં વિશિષ્ટ સફળતા મેળવેલ હોય તેઓનો એક સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેઓનું પણ સન્માન કરવામાં આવશે. આવા જ્ઞાતિ સમસ્તના કોઈપણ વ્યકિતએ કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોય તો તેઓની શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય ૧- ગોપાલનગર, ગોપીનાથ કોમ્પલેક્ષ, ગાયત્રીનગર મેઈન રોડ ખાતે તા.૧૫ સુધીમાં રૂબરૂ સવારે ૧૦ થી ૧૨ તથા ૫ થી ૭માં જાણકારી આપવાની રહેશે.

આ સરસ્વતી સમારંભમાં અંદાજે ૭ થી ૮ હજાર જેટલા જ્ઞાતિ બંધુઓ હાજર રહેવાના હોય આ માટેનો તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. સમારંભમાં સૌરાષ્ટ્ર ,ગુજરાત, મુંબઈ, પુના વગેરે થી જ્ઞાતિના પ્રમુખશ્રીઓ હોદેદારો તથા રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહે તેવુ આયોજન થઈ રહ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમસ્તનાં પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલિત શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, શ્રી મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમિતી, સાંસ્કૃતિક તથા રમત- ગમત સમિતિ, શ્રી વિદ્યાર્થી મંડળ સમિતિ, શ્રી શ્યામ મંદિર સમિતી તથા જ્ઞાતિ સમસ્તના વિવિધ મંડળોનાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને દરેક આગેવાનો તથા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 pm IST)