Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ત્રંબાની આર્ષ વિદ્યા પ્રસારણ સંસ્થાને આપેલ કરોડોની જમીન હડપ કરી જવા અંગે ગુનો નોંધવા આદેશ

બે વિધવા મહિલા ટ્રસ્ટીઓને બોગસ ઠરાવથી હટાવી પાંચ એકર જમીન ચાંઉ કરી જવાઇ : આજીડેમ પોલીસે કાર્યવાહી નહિ કરતાં ફરીયાદીની હાઇકોર્ટમાં રીટ પીટીશન : જસ્ટિશ સોનિયાબેન ગોકાણી દ્વારા ફરિયાદ નોંધવા આદેશ : ફરિયાદીને અસંતોષ થાય તો કોર્ટમાં પણ ફરિયાદ કરી શકશે

રાજકોટ તા.૧૩ : અત્રે ત્રંબા કસ્તુરધામ ખાતે આવેલ આર્ષ વિદ્યા પ્રસારણ સંસ્થામાથી બે વિધવા ટ્રસ્ટીઓને બોગસ ઠરાવથી હટાવી કરોડોની કિંમતની પાંચ એકર જમીન હડપ થઇ જતા આ પ્રકરણે ગુનો દાખલ કરવા હાઇકોર્ટે ાદેશ આપતા ભારે ચકચાર જાગી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સદરહું સંસ્થામાં ભાજપ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા તાલુકા ભાજપના પ્રમુખ, શેખલીયા પણ ટ્રસ્ટીઓ હોવાનુ જાણવા મળેલ છે.

રાજકોટ-ભાવનગર રોડ પર આવેલા કસ્તુરબા ધામ-ત્રંબાના વિધવા મહિલા ગીતાબેન કિશોરભાઇ હરસોંડાએ તેમની અને તેમના જેઠાણીની દોઢ કરોડની કિંમતની પાંચ  એકર જમીન હડપ કરી જઇ આ જમીન પર ઉભી કરવામાં આવેલી સંસ્થાના હિસ્સેદાર ટ્રસ્ટી પદેથી પણ જાણ બહાર બોગસ ઠરાવ તેઓનીજેવા કિંમતી દસ્તાવેજો ઉભા  કરી  તભઓની સાથે અન્ય ટ્રસ્ટીઓએ હટાવી દીધાનો  આરોપ મુકી તા. ૨૬-૧૧-૨૦૧૬ના રોજ પોલીસ કમિશ્નરશ્રીને સંબોધી અરજી કરેલ.

આ બારામાં થયેલ લેખીત રજુઆત માં જાણવા મળેલ કે  અમો ફરીયાદી ગં.સ્વ. ગીતાબેનના પતિ કિશોરભાઇ  બચુભાઇ હરસોંડાની વડીલોપાર્જીત સંયુકત હિન્દુ કુટુંબની ખેતીની જમીન રાજકોટ તાલુકાનાં કસ્તુરબાધામ ગામે રે.સ.નં. ર૦૯ પૈકી ૩/ પૈકી ૧ જમીન  એકરે ર-૦૦ ગુંઠા આવેલ હતી. તે જમીન તથા તેમના જેઠ લાલજીભાઇ બચુભાઇ હરસોંડાની જમીનમાં આર્ષ વિદ્યા -સારણ સંસ્થાન બનાવવા માટે અરસ પરસ સમજુતી  બીપીનભાઇ બાબુભાઇ સાવલીયા વિગેરે વચ્ચે કરવામાં આવેલ અને તેમના પતિ કિશોરભાઇ તથા જેઠ લાલજીભાઇને સંસ્થાનમાં કાયમી ડીરેકટર તરીકે લેવાના અને   ઉપરાંત દરેકને રૂ. ૭પ,૦૦,૦૦૦ લાખ અને ૭પ,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂપીયા દોઢ કરોડ આપવા એમ નક્કી થયેલ.

 ત્યાર બાદ અમો ફરીયાદીનાં પતિ કિશોરભાઇ બચુભાઇ  હરસોંડાનું તા.૧૪-૩-ર૦૧૧ના રોજ ,ફરીયાદીના જેઠ લાલજીભાઇ તથા વિપુલભાઇ દામજીભાઇ વેકરીયાનું અવસાન થતા અમો ફરીયાદીના પતિની જગ્યાએ  ફરીયાદી તથા ફરીયાદીના  જેઠ લાલજીભાઇ બચુભાઇ હરસોંડાની જગ્યાએ જેઠાણી અરૂણાબેન લાલજીભાઇ હરસોંડા અને નવા ટ્રસ્ટીઓ તરીકે વિજયભાઇ ગાંડુભાઇ ડોબરીયા, જીતુભાઇ દેવરાજભાઇ સખીયા, સંજયભાઇ કડવાભાઇ ટીંબડીયા, વલ્લભભાઇ મુળજીભાઇ શેખલીયા, દેવરાજભાઇ ખોડાભાઇ સખીયા, મનીષાબેન અશોકભાઇ ડોબરીયા, વાલજીભાઇ રામજીભાઇ હરસોંડા વિગેરે કુલ ૧૫ઉપરોકત સંસ્થામાં ટ્રસ્ટી તરીકે દાખલ થયેલા.

ત્યાર બાદ આ શખ્સોએે એકસંપ કરી પુર્વ આયોજીત કાવતરૂ ઘડી ઉપરોકત તમામએ ત્ ફરીયાદી તથા અન્ય ટ્રસ્ટીઓને આર્ષ વિદ્યા -સારણ સંસ્થાનની તા.૧૯-૪-ર૦૧પ ના રોજની તા.ર૬-૪-ર૦૧પના સાધારણ સભા અંગેના એજન્ડાની જાણ કરતી વખતે સહી લીધેલ નથી કે એજન્ડા બજાવેલ નથી તેમ છતા  આર્ષ વિદ્યા -સારણ સંસ્થાનની તા.ર૬-૪-ર૦૧પના રોજ સાધારણ સભાની મીટીંગ આર્ષ વિદ્યા -સારણ સંસ્થાન, મું.ત્રંબાગામ, તા.જી.રાજકોટ ખાતે રાખેલ હોવાની જાણ પણ કરેલ નથી.

 ફરીયાદી તા.૨૬/૦૪/૨૦૧૫ના રોજની કહેવાતી  સાધારણ સભાની મીટીંગ આર્ષ વિદ્યા -સારણ સંસ્થાન, મુ.ત્રંબાગામ, તા.જી.રાજકોટ ખાતે ગયેલ ન હોવા છતા અમો ફરીયાદી તેવી કહેવાતી મીટીંગમાં હાજર પણ ન રહેલ હોવા છતા અમો ફરિયાદી સાથે અન્ય ટ્રસ્ટીઓની તા. ૨૬-૦૪-૨૦૧૫ના રોજ સાધારણ સભા મળેલ ન હોવા છતાં ત્હોમતદારોએ અન્ય ટ્રસ્ટીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ ઘડી અમો ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી તા.ર૬-૪-ર૦૧પના રોજનો કારોબારી સભા મળેલ હોવાનો ઠરાવ ઉભો કરી તે કિંમતી દસ્તાવેજ કારોબારી સભામાં અમો ફરીયાદી તથા અન્ય ટ્રસ્ટીઓ વાલજીભાઇ રામજીભાઇ હરસોંડા, અરવિંદભાઇ વાલજીભાઇ હરસોંડા, બીપીનભાઇ બચુભાઇ હરસોંડા, ગીતાબેન કિશોરભાઇ હરસોંડા તથા શૈલેષભાઇ વાલજીભાઇ હરસોંડાની હાજરી બતાવી અને બોગસ બનાવટી સહીઓ કરી કરાવી અથવા સ્ક્રેન કરી ખોટો અને બનાવટી કારોબારી સભાનો ઠરાવ બનાવી અમો ફરીયાદી સહીતનાં અન્ય ટ્રસ્ટીઓના નામો કમી કરાવી નાખેલ

 ત્યાર બાદ વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઇ કરી બોગસ અને બનાવટી કિંમતી દસ્તાવેજ ઠરાવ ઉભો કરી સંસ્થાની વિદ્યાર્થીઓની આવેલ ડીપોઝીટની રકમમાંથી રૂ. ૩ થી ૪ કરોડની ઉચાપત કરેલ હોય અને ફરીયાદીને અમારી વાડીમાં આવી પોતાની પાસે નેફામાં રહેલ રીવોલ્વરમાં કારતુસ ભરેલ હોવાનું બતાવી જો અમો ફરીયાદી ફરીયાદ કરશુ કે સંસ્થાનમાં પગ મુકશુ તો અમો ફરીયાદીને પરીવાર સાથે જાનથી મારી નાખશે તેવી ધમકી આપી પુર્વ આયોજીત કાવતરૂ ઘડી એકબીજાને મદદગારી કરી આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦-બી, પ૦૬ (ર) તથા આર્મસ એકટ અને તપાસ કરતા અન્ય જે જે ગુન્હો કરેલ હોવાનું જણાઇ આવે તે મુજબનાં ગુન્હાઓ મુજબની ફરીયાદ નોંધવા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં તા.ર૬-૧૧-ર૦૧૬ના રોજ વિગતવાર અરજી  આપેલ પરંતુ તે ફરીયાદ સામે આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ફરીયાદી દ્વારા  હાઇકોટૃમાં રીટ પીટીશન દાખલ કરેલ.

 ત્યાર બાદ ફરી આરોપીઓ દ્વારા ધાક-ધમકી આપતા અને ઠરાવોનું અસલ રેકર્ડનો નાશ કરી નાખેલ હોવાનું જણાવતા ફરીયાદી દ્વારા પોલીસ કમિશ્નર, રાજકોટને ફરીયાદ આપેલ પરંતુ ત્યાર બાદ પણ કોઇ કાર્યવાહી ન કરતા ફરીયાદી દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ હોય ફરીયાદીની રીટ પીટીશનની વિગતો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ હાઇકોર્ટના જસ્ટીસ એ.જે.દેસાઇ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર શ્રી આજી ડેમ પોલીસ સ્ટેશનને ફરીયાદીની ફરીયાદ પરથી ગુનો બનતો હોય તો ફરીયાદ નોંધવા અને જો ન બનતો હોય તો આ ગુનાની ચાર અઠવાડીયામાં સંપુર્ણ તપાસ કરી ગુનો નોંધવા અથવા ગુનો ન બનતો હોય તો તેના લેખીત કારણો સહીત રીપોર્ટ કરવા તા. ૨૪-૦૭-૨૦૧૭ના રોજ  હુકમ કરેલ હતો.

ત્યારબાદ પણ ફરીયાદીની ફરીયાદ સંદર્ભમાં પોલીસ ઓથોરીટી દ્વારા કોઇ પગલાઓ નહી લેવામાં આવતા ફરીયાદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ થયેલ  હુકમનુ પાલન કરવા અને ફરીયાદીની મુજબની ફરીયાદ નોંધવા પોલીસ ઓથોરીટીને હુકમ કરવા રીટ પીટીશન દાખલ કરેલ. જે રીટ પીટીશનના કામે જસ્ટિસ સોનીયાબેન ગોકાણીએ તપાસના કાગળો તથા તમામ રેકર્ડનું બારીકાઇથી નિરીક્ષણ કરી સુપ્રિમ કોર્ટના લલીતા કુમારી વિ. સ્ટેટ ઓફ યુપીના જજમેન્ટ મુજબ ફરીયાદીની ફરીયાદ મુજબ ફરીયાદ નોંધવા પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ તથા પોલીસ ઈન્સપેકટરશ્રી , આજી ડેમ પોલીસ સ્ટેશનને આદેશ કરેલ છે. તેમજ વધુમાં હુકમ કરી જણાવેલ છે કે , પોલીસ ઓથોરીટીના કોઇ કાર્યથી ફરીયાદીને અસંતોષ થાય તે પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ કરવામાં આવનાર ફરીયાદીની અરજીના સંદર્ભની તપાસથી અસંતોષ થાય તો ફરિયાદી કોર્ટમાં પણ ફરીયાદ કરી શકશે.

આ કામે નિઃસહાય વિધવા ફરીયાદી ગિતાબેન કિશોરભાઇ હરસોડા વતી એડવોકેટ એન.આર. જાડેજા રોકાયેલા હતા.

(3:51 pm IST)