Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

લાયન્સ કલબ, લાયોનેસ કલબ અને લીયો કલબ સીલ્વરનો શપથગ્રહણ સમારોહ સંપન્ન

લાયન્સના પ્રમુખ તરીકે નીતેશ મજીઠીયા, લાયોનેસના પ્રમુખ તરીકે અલ્કા કામદાર અને લીયોના પ્રમુખ તરીકે વિવેક તન્નાને જવાબદારી સુપ્રત

રાજકોટ : લાયન્સ કલબ સીલ્વરની ત્રણેય બ્રાન્ચ લાયન્સ, લાયોનેશ અને લીયો કલબનો શપથગ્રહણ સમારોહ તાજતેરમાં કીંગ્સ ક્રાફટ હોટલ કાલાવડ રોડ ખાતે યોજાયો હતો. નવા વર્ષ ૨૦૧૯-૨૦ ના લાયન્સ પ્રમુખ નીતેશ મજીઠીયા, લાયોનેસ પ્રમુખ અલકા કામદાર, લીયો પ્રમુખ વિવેક તન્ના અને તેમની સમગ્ર ટીમની શપથવિધિ પુનાથી ખાસ ઉપસ્થિત રહેલ લાયન્સ જગતના મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેન શ્રી દ્વારકા જાલન દ્વારા કરાવવામાં આવી હતી. ચીફ ગેસ્ટપદે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય તેમજ અન્ય અતિથિ તરીકે આઇ.એમ.એ. ના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, એમ.ડી. ડો. વિનોદ તન્ના, લાયન આર.સી. અરૂણ રોકડ, જેસી જીતેન્દ્ર વડગામા, લાયન ગ્રેટર રાજકોટ પરિવારની અન્ય કલબોના વિવિધ હોદેદારો તથા પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર ભુપેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા આપી હતી. સમારોહમાં ત્રણેય કલબના સીનીયર તથા નવા મેમ્બરો સહપરીવાર ઉપસ્થિ રહ્યા હતા. સમગ્ર આયોજન પૂર્વ પ્રમુખ અંકીત અનડકટ અને ટીમે સંભાળ્યુ હતુ. ઉપસ્થિત સૌને પર્યાવરણની જાણવળીના પ્રતિકરૂપે તુલસીના છોડની ભેટ અપાઇ હતી. કલબમાં નવા સભ્યો તરીકે આર.એમ.સી. વોર્ડ નં. ૩ ના કોર્પોરેટ અતુલ રાજાણી અને સી.એ. નવીન બરછા તથા અન્ય પાંચ સભ્યોને આ તકે આવકારવામાં આવ્યા હતા. કલબ દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિની માહીતી રજુ કરવામાં આવેલ. તેમજ આગામી વર્ષમાં મેગા પ્રોજેકટમાં ૫૦૦૦ વૃક્ષોના વાવેતર અને જાળવણીનો કાર્યક્રમ મેયરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ. આ સમારોહમાં સ્માઇલી ગ્રુપ તથા એફએનએફ ફુડ પાર્કનું યોગદાન અને સહકાર મળ્યો હતો. તેમ લાયન્સ કલબ રાજકોટ સીલ્વરના પ્રેસીડેન્ટ નીતેષ મજીઠીયા (મો.૯૩૭૭૭ ૦૮૦૭૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)