Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉપલેટા તાલુકાના અનુ.જાતિના જમીન વિહોણા લોકો માટે કાલે મીટીંગઃ ફોર્મ વિતરણ

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ જિલ્લાના જમીન વિહોણા અનુ.જાતિ સમાજના લોકો માટે ખેતીલાયક જમીન અને રહેણાક માટે પ્લોટ મળી રહે તેવા હેતુથી યુવા ભીમસેના જમીન વિહોણા લોકો માટે જમીન અધિકાર અભિયાન અંતર્ગત કાલે તા.૧૪ને રવિવારે સવારે ૧૦ કલાકે ઉપલેટા તાલુકા પંચાયતના મીટીંગ હોલ ખાતે એક ખાસ મીટીંગ અને જમીન વિહોણા લોકો માટે જમીન મળી રહે હેતુથી ફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં ઉપલેટા તાલુકાના તમામ ગામડાઓના અનુ.જાતિ સમાજના જમીન વિહોણા ખેતી તેમજ રહેણાંકની જમીન તથા પોતાની જમીન માંગણીને લગતા પ્રશ્નો સાથે હાજર રહેવા યુવા ભીમસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકીની યાદીમાં જણાવવામાં આવેલ છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)