Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકોટના યુવા પત્રકાર ઋષિ દવેને દૂરદર્શન દ્વારા બેસ્ટ પર્ફોર્મન્સ ઈન રિપોર્ટીંગનો એવોર્ડ

રાજકોટ : દૂરદર્શનની ન્યુઝ ચેનલમાં જુલાઈ ૨૦૧૮થી જૂન ૨૦૧૯ વર્ષ દરમિયાન બેસ્ટ પર્ફોર્મન્સ ઈન રીપોર્ટીંગનો એવોર્ડ રાજકોટના યુવા રિપોર્ટર ઋષિ દવેને મળ્યો છે. આમ ડીડી ન્યુઝના સમગ્ર ગુજરાતના રિપોર્ટરોમાં પ્રથમ એવોર્ડ રાજકોટના ફાળે ગયો છે. ડીડી ન્યુઝના ડાયરેકટર શ્રી તેમજ ચેનલ હેડના હસ્તે ઋષિ દવેને આ એવોર્ડ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે એનાયત કરવામાં આવેલ.

અમદાવાદ દુરદર્શન કેન્દ્ર ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજયના તમામ શહેર - જિલ્લાના પત્રકારોએ ભાગ લીધો હતો. આ વર્કશોપ માં વિવિધ મુદ્દે ચર્ચા કરાઇ હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પાણી બચાવ મુદ્દે જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે બાબતે ચર્ચા તેમજ રાજય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવાની તેમજ લોક પ્રશ્નો ને વાચા આપવા સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ દુરદર્શન કેન્દ્ર ખાતે રાજયમાં દુરદર્શનના પત્રકારોને પોતાના જિલ્લામાં ઉત્કૃસ્ટ કામગીરી બદલ બેસ્ટ પફાર્િેર્મંગ રિપોર્ટર ઓફ ધ યર ના એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના ઋષિ દવે ને પ્રથમ ક્રમાકે એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ડિડી ગિરનાર ચેનલ પર દર રવિવારે રાત્રે ૯ વાગ્યે તેમજ દર સોમવારે સવારે ૧૦ વાગ્યે ગુડ ન્યુઝ ગુજરાત નામનો એક અડધો કલાક નો એપિસોડ પ્રસારિત કરવામાં આવે છે જે પ્રોગ્રામ થકી રાજયના તમામ શહેર જિલ્લાની પોઝિટિવ સ્ટોરીઓ લોકો સુધી પહોંચે છે . આ એપિસોડને પણ ખૂબ જ સારી લોકપ્રિયતા મળી છે.ઋષિ એ આ તકે તેના સાથી રિપોર્ટર હરેશ પંડ્યા નો પણ આભાર માન્યો હતો. શહેરના તમામ ફિલ્ડ ની પોઝિટિવ સ્ટોરીઓમાં ઋષિ અગ્રેસર રહ્યો છે. આ બે દિવસિય કાર્યક્રમ માં દુરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે સર્વેશ્રી ડેપ્યુટી ડાયરેકટ જનરલ કમલેન્દ્ર સરભાઈ, પ્રોગ્રામિંગ હેડ રૂપાબેન મહેતા, ન્યુઝ ડાયરેકટર ધર્મેન્દ્ર તિવારી ,આસિસ્ટન્ટ ડાયરેકર ઉત્સવ પરમાર, ન્યુઝ એડિટર નિશિથ જોશી, માહિતી ખાતામાંથી સંજય કચોટ અને હિરેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દૂરદર્શન, રાજકોટના યુવા પત્રકાર શ્રી ઋષિ દવે દ્વારા શહેરમાં બનતી ઘટનાઓ અંગે અનેકવિધ એકસકલુઝીવ સ્ટોરીઓ આપી ચૂકયા છે. ઋષિને મિત્રવર્તુળો તેમજ પત્રકાર મિત્રો દ્વારા મો.૯૦૩૩૦ ૦૦૦૮૮ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:47 pm IST)