Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

કાઠીયાવાડના રજવાડાઓ દ્વારા સ્થાપિત રાજકુમાર કોલેજમાં ઇલેકશન કરવા ટ્રસ્ટીઓને ચેરિટીનો આદેશ

રાજકોટ તા.૧૩ : રાજકોટના ખુબ જ ચર્ચીત કેસમાં રાજ કુમાર કોલેજમાં આસીસ્ટન ચેરીટી કમીશ્નર સી.કે.જોષીનો ચુકાદો ટ્રસ્ટીઓના કાર્યકાળ પુરો થયા બાદના દોઢ વર્ષનો ગેરકાયદેસર વહીવટ અને સંચાલન અંગે હુકમનો આદેશ આપેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે રાજકુમાર કોલેજ આજ થી આશરે ૧૪૮ વર્ષ પહેલા તે વર્ષના કાઠીયાવાડના રજવાડાઓ દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે. અને રાજકુમાર કોલેજમાં કાઠીયાવાડના વિસ્તારના જુદા જુદા રજવાડાઓની ફાઉન્ડર મેમ્બર તરીકેની સીટો રીર્ઝવ છે, ફાઉન્ડર મેમ્બરો જ ઈલેકશનમાં ટ્રસ્ટી તરીકે ઉમેદવારી કરી શકે અને તેઓ જ ઈલેકશનમાં ઉભા રહેલ ઉમેદવારને મત આપી શકે , આ સંસ્થામાં દર પાંચ વર્ષે ઈલેકશનની જોગવાઇ પુરી પાડવામાં આવેેલ છે. છેલ્લે ચુંટાયેલા ટ્રસ્ટીઓ કે જેમા સાત ટ્રસ્ટીઓ (૧) શ્રી હીઝ હાઇનેસ મહારાજ શ્રી રાઓલ વિજયસિંહજી ઓફ ભાવનગર (ર) હીઝ હાઇનેસ નવાબ સીદીશાહ મહેબુદખાનજી ઓફ જનજીરા એન્ડ જાફરાબાદ (૩) હીઝ હાઇનેસ ઠાકોર સાહેબ છત્રસાલજી ઓફ લીંબડી (૪) હીઝ હાઇનેસ ઠાકોર સાહેબ શ્રી ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ  (૫) ઠાકોર સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ઓફ ચુડા (૬) શ્રિ મહિપાલસિંહજી વાળા દરબાર સાહેબ  ઓફ જેતપુર (૭) દરબાર સાહેબ  શ્રી કરનીસિંહજી ઓફ પાટડી છે. તેઓના કાર્યકાળ દરમ્યાન વર્ષ ૨૦૧૩-૨૦૧૮ સુધીનો છે. અને રોજ પુર્ણ થઇ ગયેલ છે. આમ છતા રેકર્ડ પરના ટ્રસ્ટી અને ચેરમેન તરીકે જેઓ તે વખતે નીમાયેલ છે તેવા જેતપુર મહીપાલસિંહ વાળા તથા તેમના ટેકેદારો આ સંસ્થાનો વહીવટ છોડવા માંગતા નથી. તેમા વઢવાણ ઠાકોર સાહેબ કે જેઓ પણ ટ્રસ્ટી તરીકે ચુંટાયેલા તેઓ વાંધો અને વિરોધ નોંધાવેલો , તેમના વાંધા બાદ ગેરકાયદેસરની પ્રક્રિયાને અંતે મીની બુકમાં  પાછળથી રેકર્ડ ઉપરના પ્રિન્સીપાલ સાથે મેળાપીપણુ કરી ચેડા કરીને ઠરાવો લખવાનો પ્રયત્ન કરેલ છે. અને તેમ કરીને પોતાનો કાર્યકાળ વધારવાનો પ્રયત્ન કરેલ છે.

આ સામે ફાઉન્ડીંગ મેમ્બરો પૈકી નં. (૧) ઠાકોર સાહેબશ્રી બલભદ્રસિંહજી ઓફ લખતર (૨) ઠાકોર સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહજી  ઓફ સાયલા  (૩) ઠાકોર સાહેબશ્રી શ્રી પુષ્પેન્દ્રસિંહજી ઓફ વિરપુરનાએ વાંધો લેતા અને તેમને રાજકોટના સંયુકત ચેરીટી કમીશનર સાહેબ સમક્ષ જરૂરી ક.૪૧(અ) અન્વયે  કેસ દાખલ કરી ચુંટણી ડીકલેર કરવા અંગે રજુઆત કરેલ જેમા સંયુકત ચેરીટી કમીશનર સાહેબ રાજકોટનાઓએ તે વખતે આ ગેરકાયદેસરતા ધ્યાને લઇ સંસ્થાને વહિવટ અને સંચાલન સંબંધી એક તરફી મનાય હુકમ આપેલ અને ત્યારબાદ પક્ષકારોને સાંભળી કાયમી કરી આપેલ અને આ સમય દરમ્યાન પાછળથી મહિપાલસિંહ વાળાએ પોતાને એક વર્ષના કાર્યકાળ ને લંબાવવા માટે ફેરફાર રીપોર્ટ રાજકોટના મદદનીશ ચેરીટી કમીશ્નર સમક્ષ દાખલ કરેલ

આ ફેરફાર રીપોર્ટ પેન્ડીંગ હોવાથી સંયુકત ચેરીટી કમીશનર રાજકોટનાઓએ ફેરફાર રીપોર્ટનો નીકાલ ૯૦ દિવસમાં કરવા અલ્ટીમેટમ આપેલ તેમજ ટ્રસ્ટના વહિવટમાં ઘણાબધા ડીરેકશન આપેલ. એની સામે મહીપાલસિંહ વાળા  અને અન્યો ગુજરાત હાઇકોર્ટમાં પણ ગયેલ ગુજરાત હાઇકોર્ટે પણ આ ચુકાદાને કન્ફર્મ મહંદઅંશે રાખી તેમા ૯૦ દિવસના બદલે ૬૦ દિવસમાં ફેરફાર રીપોર્ટનો નીકાલ કરવા માટે મદદનીશ ચેરીટી કમીશનર રાજકોટને અલ્ટીમેટમ આપેલ.

આ આખા કેસને રાજકોટના મદદનીશ ચેરીટી કમીશનરે તમામ પક્ષકારોનો સાંભળી , પક્ષકારોને પુરતી તકો આપી પુરાવાની કાર્યવાહી અંતે મહીપાલસિંહ વાળાનો ગેરકાયદેસર રીતે કબજો અને કાર્યકાળ લંબાવવાની પ્રક્રિયાને ૧૮ માસ જેવા કાર્યકાળને નામંજુર કરેલ છે. અને તે માટે તેમને સ્પષ્ટ પણ ગેરકાયદેસરની કાર્યવાહીને નકારેલ છે. અને તાત્કાલીક ઈલેકશન કરવાની ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ચુકાદો આપેલ છે.

આમ રાજકોટની ૧૫૦ વર્ષ જેટલી જુની સંસ્થામાં ચાલતા ગેરકાયદેસરના કાર્યકાળને લંબાવવાના કાર્યને ત્રણ ત્રણ કોર્ટે એક પછી એક નકારી કાઢેલ છે. હવે ઈલેકશનના ભણકારા , રાજકોટની જુનામા જુની અને પ્રેસ્ટીજયશ ઈન્ટીટયુટમાં વાગી રહેલ છે.

આ કામમાં વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહ ઝાલા તરફે રાજકોટના એડવોકેટશ્રી હિતેનભાઇ મહેતા તથા સલાહકાર તરીકે પીયુષભાઇ પંડ્યા કે જેઓ આ ફિલ્ડમાં ગુજરાતમાં સિનીયર મોસ્ટ પ્રેકિટસ્નર તરીકે ની નામના મેળવેલ છે. તેઓ  રોકાયેલા છે.

(3:46 pm IST)