Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

એચ.પી.પેટ્રોલપંપમાં કુર્લઓન કેમ્પીંગ ડ્રો : બે ગ્રાહકો બાઈકના વિજેતા બન્યા

રાજકોટ : અહિંના રૈયા રોડ પર આવેલ હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ કેમ્પીંગમાં ગ્રાહકો દ્વારા રૂ.૩૦૦નું પેટ્રોલ ભરાવી કુર્લ ઓનના લક્કી ડ્રોમાં ભાગ લેવા માટે એસ.એમ.એસ. કરવામાં આવતો જેમાં લક્કી ડ્રો થયેલ અને રાજકોટના બે ગ્રાહકો શ્રી ઉર્મીશ કોટક અને શ્રી નિલેશ પરમાર આ બંને વિજેતા થયેલ. આ વિજેતાઓને એચપીસીએલના ચીફ રિજનલ મેનેજર શ્રી દિપકકુમાર રાયના હસ્તે બાઈક સુપ્રત કરવામાં આવેલ હતી. આ સમયે રિજનલ ઓફીસ સ્ટાફ તથા પમ્પના આસીસ્ટન્ટ મેનેજર શ્રી નટવરભાઈ વાઘેલા ઉપસ્થિત રહેલ. તેમ શ્રી એન.એસ. વાઘેલા (આસી. મેનેજર સીઓએમસીઓ)ની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)