Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દિવના વણાંકબોરીમાં દાઝી ગયેલા મહેશભાઇએ રાજકોટમાં દમ તોડી દીધો

પત્ની સાથે ઝઘડો થતા યુવાને પગલુ ભયુંર્

રાજકોટ તા.૧૩ : દીવના વણાંકબોરી ગામમાં દાઝી ગયેલા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ વણાંકબોરી ગામમાં રહેતા મહેશભાઇ નથુભાઇ સોલંકી (ઉ.૩પ) એ પોતાના ઘરે તા.ર૪/૬ ના રોજ દાઝી જતા તેને  સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. મહિપાલસિંહે કાર્યવાહી કરી હતી પત્ની સાથે ઝઘડો થતા મહેશભાઇએ પગલુ ભર્યુ હોવાનુ ખુલ્યુ છે.

(3:42 pm IST)