Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

પત્નીને કેમ ફોન કરવા આપ્યો? પારડીની મહિલાને હડધુત કરી ૪ શખ્સોએ માર માર્યો

ગોંડલના મેતાખંભાળીયા ગામે કૌટુંબીક ઝઘડામાં કાંતીભાઇ પટેલ પર બે ભાઇ અને ભત્રીજાએ પાઇપ-લાકડીથી હૂમલો કર્યો

રાજકોટ તા. ૧૩ :.. શાપર-વેરાવળના પારડી ગામે દલીત પરણિતાને પત્નીને કેમ ફોન કરવા આપ્યોઃ? તેમ કહી ૪ શખ્સોએ હડધુત કરી માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ પારડી ગામે મફતીયાપરામાં સોઢાભાઇ ભરવાડના મકાનમાં ભાડે રહેતા જામાબેન શેમેશભાઇ ગેવરરામ કંડેલાને ત્યાં જ રહેતા ઇકબાલ, ઇકબાલની પત્ની શબુ, ઇકબાલના મામી તથા અન્ય એક અજાણ્યા શખ્સે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પ્લાસ્ટીકની લાકડી વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી.  આરોપી ઇકબાલે પોતાની પત્નીને કેમ ફોન કરવા આપ્યો ? તેમ કહી ઇજાગ્રસ્ત જામાબેન સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ અંગે નીમાબેને ઉકત ચારેય શખ્સો સામે ફરીયાદ કરતા એસ. સી. એસ. ટી. સેલ.ના ડી. વાય. એસ. પી. એસ. એસ. મહેતાએ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ગોંડલના મેતા ખંભાળીયા ગામે કાન્તીભાઇ મોહનભાઇ પટેલ (ઉ.૩૮) પર તેના ભાઇ દિનેશ, રમેશ તથા ભત્રીજા મિલન દિનેશને લોખંડના પાઇપ - લાકડીથી હૂમલો કરી ઇજા કરી હતી. મેડી ઉપરનો કરો પાડી નાખવા બાબતે થયેલ ઝઘડામાં હૂમલો કરાયો હતો. આ અંગે ઇજાગ્રસ્ત કાન્તીભાઇના પત્ની શોભનાબેન ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)