Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

આઇ.એમ.એ.-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા પોલીસ સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે વ્યસન મુકત સમાજ રચના અભિયાન 'હોપ'નો પ્રારંભ

એક મહિનામાં ૧૦૦ થી વધુ કોલેજોમાં સેમીનાર, ચેક અપ તથા વ્યસન મુકિત શિબિરનું આયોજન

રાજકોટ તા.૧ર : સમાજમાં વ્યસનના કારણો થતી બિમારીઓનું પ્રમાણ વધતુ જાય છે, ખાસ કરીને યુવા વર્ગમાં દેખાદેખીના કારણે સીગારેટ, ગુટખાના વ્યસનનું ચલણ વધતુ જતુ હોય સમાજ માટે ચિંતાનો વિષય છે. ત્યારે ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા પોલીસ સુરક્ષા સેતુના સહયોગથી વ્યસન મુકત સમાજની રચના માટે ખાસ અભિયાન 'હોપ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે, એમ.આઇ.એમ.એ. રાજકોટના પ્રમુખ જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. તેજસ કરમટાએ જણાવ્યું છે. વ્યસન મૂકિત માટે ખાસ પ્રેઝન્ટેશન દ્વારા ટ્રેનીંગ આપી શકાય એ માટે તબબી ટ્રેનરોની ટીમ માટે તાજેતરમાં ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.એમ.એ.ના હોદેદારો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓ તથા પોલીસ અધિકારીની ટીમ ઉપસ્થિત રહી હતી.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતાએ જણાવ્યું છે કે, અત્યારે દોડાદોડીવાળી જીંદગી અને યુવા વર્ગમાં દેખાદેખીનું પ્રમાણ વધ્યું છે અને દેશનું કિંમતી યુવાધન આંધળુ અનુકરણ કરી વ્યસનના માર્ગે અધોગતી તરફ ધકેલાય રહ્યું છે. પાન-મસાલા, ગુટખા, સીગરેટ, શરાબ વગેરે વ્યસન કોલેજ કાળના યુવાનોમાં વધ્યા છ.ે જેના પરીણામે યુવાનો કેન્સર, બી.પી.,ડાયાબીટીસ, ડિપ્રેશન જેવી ગંભીર બિમારીમાં સપડતા જોવા મળે છેઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા દેશનના આ યુવા ધનને વ્યસનના ખોટા માર્ગેથી પાછા વાળીક તંદુરસ્ત જીવન જીવતા અને તંદુરસ્ત સમાજની રચના થાય એ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોલીસ સુરક્ષા સેતુના સહયોગથી અમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તજજ્ઞનોના સેમીનાર, હેલ્થ ચેક અપ કેમ્પ, વ્યસનસ સમુકિત માટેની શિબિરનું વગેરેનું આયોજન કરવાના છીએ. આ અભિયાનના પ્રારંભે તાજેતરમાં અમૃતા હોસ્પીટલ ખાતે વ્યસન મુકિત માટેના ટ્રેનર તબીબોની ટીમ માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇ.એમ.એ. દ્વારા ૪પ થી વધુ તબીબોને આ માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. ડો. વિમલ હેમાણી દ્વારા વિશેષ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે એ પ્રેઝન્ટેશનની મદદથી ૪પ જેટલા તબીબોની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે આ ટીમ સૌરાષ્ટ્રની ૧૦૦ થી વધુ કોલેજમાં સેમીનાર યોજી યુવાનોને વ્યસનથી થતા ગેરફાયદા સમજાવશે તથા વ્યસન જો કોઇને હોય તો તેને છોડાવવા માટે માર્ગદર્શન, મમદ કરવામા આવશે.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા પોલીસ સુરક્ષા સેતુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી હાથ ધરવામાં આવેલ આ વ્યસન મુકત સમાજની રચનાના અભીયાન અંતર્ગત આઇ.એમ.એ.ના હોદેદાર તબીબોની ટીમ, ડી.સી.પી.ઝોન-ર મનોહરસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વી.સી.ડો. પેથાણી, પી.વી.સી.ડો. વિજય દેસાણી, સિન્ડીકેટ મેમ્બર ડો. મેહુલ રૂપાણીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબકકે એક મહિનામાં સૌરાષ્ટ્રની ૧૦૦ થી વધુ કોલેજમાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે.

આઇ.એમ.એ.રાજકોટના સેક્રેટરી ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. તેજસ કરમટાએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા પોલીસ સુરક્ષા સેતુના સહયોગથી આગામી એક મહિનામાંં સૌરષ્ટ્રની ૧૦૦ થી વધુ કોલેજમાં વ્યસન મુકિત અભિયાન હાથ ધરવામાં આવશે. આઇ.એમ.એ.ના ટ્રેન્ડ તબીબની સાથે પોલીસ અધિકારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રતિનિધિ, કોલેજના પ્રતિનિધી સહિત ચાર વ્યકિતની એક એવી ૪પ ટીમ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. અમીત હપાણી, આઇ.એમ.એ. રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. હિરેન કોઠારી, મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, રાજકોટના સિનિયર તબીબો ડો.ડી.કે. શાહ, ડો. વિજય દેસાણી, ડો. યજ્ઞેશ પોપટ, પ્રેસીડન્ટ ઇલેકટ ડો. જય ધીરવાણી, ડો. પારસ શાહ, ડો. મયંક ઠકકર, આઇ.એમ.એ.લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ, ડો. મનિષા પટેલ, ડી.સી.પી.ઝોન-ર મનોહરસિંહ જાડેજા, સિન્ડીકેટ મેમ્બર ડો. મેહુલ રૂપાણી, સ્ટર્લીંગ હોસ્પિટલના સેન્ટર હેડ ઘનશ્યામ ગુસાણી, સહિત અનેક તબીબો, પોલીસ અધિકારી તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઇ.એમ.એ.ના મિડીયા કો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફીકસના વિજય મહેતા સેવા આપે છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા વ્યસન મુકત સમાજની રચના માટે ખાસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તોજતરમાં તબીબો, પોલીસ અધિકારી વગેરે માટે ખાસ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્ીર, ઇન્સેટ તસ્વીર આઇ. એમ. એ.પ્રેસીડન્ટ ડો. ચેતન લાલસેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી.વી.સી.ડો. વિજય દેસાણી, ડો. મેહુલ રૂપાણી, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, ડો. વિમલ હેમાણીની છે.

(4:02 pm IST)