Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મવડીમાં થ્રી બીએચકેના અદ્યતન સુવિધાયુકત ફલેટ બનશેઃ રવિવારે ભૂમિપૂજન

જેતપુરના વિખ્યાત વ્યંકટેશ ડેવલોપર્સ દ્વારા રાજકોટમાં નવું સાહસ : એક માળમાં એક ફલેટ : બંગલા જેવી સુવિધાઓ અપાશે : થ્રી બીએચકેના ફલેટ બનશે : પૂર્વાંગ વસાણી - યશ વસાણી

રાજકોટ, તા. ૧૩ : અહિંના મવડી વિસ્તારમાં શ્રીનાથજી પાર્ક, ગોલ હાઈટ્સની પાછળ, મવડી પોલીસ હેડકવાર્ટરની સામે, રાજકોટ ખાતે જેતપુરના વિખ્યાત વ્યંકટેશ ડેવલોપર્સ દ્વારા ભવ્યાતિભવ્ય સુવિધાઓ સાથે થ્રી બીએચકેના ફલોટનું નિર્માણ થઈ રહ્યુ છે જેનું ભૂમિપૂજન આગામી તા.૧૫ના રવિવારના રોજ થનાર છે.

જેતપુરમાં છેલ્લા ૧૫ વર્ષથી વ્યંકટેશ ડેવલોપર્સેના સંચાલકો સર્વશ્રી પૂર્વાંગ વસાણી અને યશ વસાણી જણાવે છે કે અમો થ્રી બીએચકેના લકઝરીયસ ફલેટ્સનું નિર્માણ કરી રહ્યા છીએ. પાંચ માળની બે વીંગ બનશે. એક માળમાં એક ફલેટ સાથે બંગલા જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે. ૧૨૧૯ કાર્પેટ રાખવામાં આવ્યા છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને ભૂમિપૂજનનું આમંત્રણ આપી રહેલ શ્રી પૂર્વાંગ વસાણી (મો.૯૪૦૯૨ ૫૮૧૨૧) અને શ્રી યશ વસાણી (મો.૯૪૦૯૦ ૧૫૮૦૪) નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૬)

(4:08 pm IST)