Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કુવાડવા રોડ પર બુલડોઝર ધણધણ્યું: ૯૭ કરોડની જમીન ખુલ્લી

વોર્ડ નં.૪માં તેના વિવિધ હેતુના પ્લોટમાં ૨૧૫ ચો.મી. ગેરકાયદે ખડકાયેલ ૨૦૧ઝુંપડા તથા દુકાનો, દિવાલના દબાણો દૂર કરાયાઃ ટી.પી. શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૧૩: શહેરના વોર્ડ નં.૪માં કુવાડવા રોડ વિસ્તારમાં કોર્પોરેશનના વિવિધ હેતુના પ્લોટમાં ૨૧૫ ચો.મી. ખડકાયેલા ઝુંપડા, દુકાનો, દિવાલોના બાંધકામો દૂર કરી ૯૭ કરોડની જમીન ટાઉનપ્લાનની શાખા દ્વારા કરવામં આવી હતી.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશ્નર બન્છાનિધિ પાનીની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંંગ શાખા દ્વારા આજ તા. ૧૩ શહેરનાં ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ તથા જુનો મોરબી રોડ પર દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ. જેમાં વોર્ડ નં.૪માં ટી.પી. સ્કીમ નં.-૧૨, એફ.પી.નં. ૯૭ (રેસીડેન્શિયલ સેલ) અનામત હેતુ ૨૦૦ ચો.મી. પ્લોટ, કુવાડવા રોડ વિસ્તારમાં આશરે ૨૦ (વીસ) ઝુંપડાનું દબાણ દૂર કરી ૯૦ કરોડની જમીન, વોર્ડ નં. ૪ માં ટી.પી. સ્કીમ નં.-૧૨ એફ.પી.નં. ૮૦ (રેસીડેન્શિયલ સેલ) અનામત હેતુની  તથા૭.પ કરોડની જમીનપ્લોટના કુવાડવા મેઇન રોડ વાણીજય હેતુનું દબાણ દૂર કરી, વોર્ડ નં. ૪માં જુનો મોરબી રોડ, ધોળકિયા સ્કૂલની બાજુમાં વોકળા પરની પાપડા પડિયાની દીવાલનું દબાણ દૂર કરી કુલ ૨૧૫ ચો.મી. ૯૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર શ્રી જે.જે. પંડયા, આસી. એન્જી. જયદીપ એસ.ચોૈધરી, એડી. આસી. એન્જી. એમ.વી. રાઠોડ, સી.વી. પંડિત, વર્ક આસી. જે.પી. ખાચર, સર્વેયર જે.એલ. હિરપરા, કે.કે.જોશી તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહયા હતા. (૧.૩૦)

(4:07 pm IST)