Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આગામી ર૪ કલાકમાં રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદની ચેતવણીઃ સ્ટેન્ડ-ટુના આદેશો

કલેકટરે આપેલી સુચનાઃ NDRFના ૩પ જવાનોનું આગમન

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટમાં આગામી ર૪ થી ૪૮ કલાકમાં શહેર-જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હોય કલેકટરે આજે સવારે શહેર-જીલ્લાના તમામ મામલતદારો-ડે. કલેકટરો અને ડીઝાસ્ટર ટીમને સ્ટેન્ડ ટુ રહેવા અને હેડ કવાર્ટર નહી છોડવા ચેતવણી આપી દિધી છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે અપાયેલ ચેતવણીમાં રાજકોટ - શહેર - જીલ્લા ઉપર વરસાદી સીસ્ટમ મંડાઇ છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

દરમિયાન રાજકોટ ઉપરાંત અન્ય કોઇ સ્થળે ભારે વરસાદ-પુરની સ્થિતીમાં રાહત-બચાવ કામગીરી સંદર્ભે નેશનલ ડીઝાસ્ટર રેપીડ ફોર્સની એક ટીમ રાજકોટ મોકલી દેવાઇ છે, આજે ૩પ જવાનોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને જીલ્લા - ડીઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી વિગતો મેળવી હતી. (પ-૧૬)

(3:50 pm IST)
  • જાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર access_time 11:59 am IST

  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST