Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

શ્રી કચ્છી ભાનુશાલી મહાજન ટ્રસ્ટ - રાજકોટ દ્વારા

કચ્છી નવા વર્ષે શનિવારે સ્નેહમિલન - સરસ્વતી સન્માન સમારોહ

રાજકોટ તા.૧૩ : શ્રી કચ્છી ભાનુશાલી મહાજન ટ્રસ્ટ રાજકોટ દ્વારા અષાઢીબીજ કચ્છી નવાવર્ષની ઉજવણી સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને તા.૧૪ને શનિવારે સાંજે ૬ થી ૬-૩૦ દરમિયાન અટલબિહારી બાજપાઇ હોલ પેડક રોડ ખાતે રાખેલ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીનાબેન આચાર્ય (મેયરશ્રી), મોહનભાઇ કુંડારીયા (સંસદ સભ્યશ્રી), ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન શ્રી ગુજરાત મ્યુ.બોર્ડ), કમલેશભાઇ મિરાણી (પ્રમુખ શહેર ભાજપ), નીતીનભાઇ ભારદ્વાજ (અગ્રણી પ્રદેશ ભાજપ), અશ્વિનભાઇ મોલીયા (ડે.મેયરશ્રી), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્યશ્રી), અંજલીબેન રૂપાણી (પ્રભારીશ્રી શહેર ભાજપ મહિલા મોરચો), ઉદયભાઇ કાનગડ (ચેરમેનશ્રી સ્ટેન્ડીંગ કમીટી), કિશોરભાઇ રાઠોડ (મહામંત્રી શહેર ભાજપ), દલસુખભાઇ જાગાણી (નેતાશ્રી શાસકપક્ષ), અજયભાઇ પરમાર (દંડકશ્રી) ઉપસ્થિત રહેશે.

જયારે અતિથિ વિશેષ તરીકે કચ્છી ભાનુશાલી મહાજન સરોવર જામનગર, કચ્છી ભાનુશાલી મહાજન સરોવર મોરબી, કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ગોંડલ - વાંકાનેર, ઓધવ આંગન ટીમ મુંબઇ રહેશે તેમ વાલજીભાઇ ભાનુશાલી (પ્રમુખ), સંજયભાઇ ભાનુશાલી, રામજીભાઇ ભાનુશાલી, ખેતશીભાઇ ભાનુશાલી, દામજીભાઇ ભાનુશાલી, જયંતીભાઇ ભાનુશાલી, ભરતભાઇ ભાનુશાલી તથા જયેશભાઇ ભાનુશાલીએ જણાવેલ. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૪૫.૩)

(1:54 pm IST)