Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

અડધા શાપરમાં હજુ અંધારપટઃ જીઇબીએ ફોજ ઉતારી...

રપ માંથી ૧પ ફીડર ચાલુઃ પાણી ભરાયેલા હોય થાંભલા ઉભા કરવા મુશ્કેલીઃ સવારથી ઇજનેરો-લાઇનમેન-કોન્ટ્રાકટરોની ટીમ દોડી ગઇ...

રાજકોટ તા. ૧૩ :.. શાપર-વેરાવળમાં ગઇકાલે પડેલા બેફામ વરસાદ અને ધસમસતા પાણીને કારણે બેટ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી, લટકામાં વીજ તંત્રના ૧૦ થી વધુ પડેલ પડી જતા આખા શાપરમાં અંધારપટ છવાઇ ગયો હતો, આખી રાત લોકોએ અંધારામાં વીતાવી હતી.

દરમિયાન આજ સવારથી જીઇબીની ટીમો ઇજનેરો-લાઇન મેનો-કોન્ટ્રાકટરોની ૪ ટીમ થાંભલા-વાયર-કેબલ-અન્ય મટીરીયલ્સ સાથે શાપરમાં દોડી ગઇ છે, વરસાદના ઝાપટા વચ્ચે કામગીરી ચાલુ કરી છે.

મળતી વિગતો મુજબ હજુ અડધા શાપરમાં અંધારપટ જેવી હાલત છે, રપ માંથી ૧૦ ફીડર બંધ છે, અને થાંભલા જયાં પડી ગયા છે, ત્યાં ભારે પાણી ભરાયેલા હોય, ત્યાં થાંભલા ઉભા કરવા શકય ન હોય, એટલો ભાગ કાપી બાકીના ક્ષેત્રમાં લાઇટો અપાઇ રહી છે, તાજા સમાચાર મુજબ, ઔદ્યોગીકના-૬ અને ખેતીવાડીના ૪ ફીડર હજુ બંધ છે., વીજ તંત્રના સુપ્રિ. ઇજનેરશ્રી બલદેવ, શ્રી લાલકીયા તથા અન્ય જૂનીયર ડે.ઇજનેરોની ફોજ શાપરમાં દોડી ગઇ છે, જે ભાગ કાપી નાખી લાઇટો ચાલુ કરાય છે, તે કપાયેલા ભાગના સંખ્યાબંધ કારખાના લાઇટ વિહોણા છે, જો કે સુત્રો સાંજ સુધીમાં બધુ કલીયર થશે તેમ ઉમેરી રહ્યા છે. (પ-૧૧)

(11:50 am IST)