Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ

 રાજકોટ : ડીસ્ટ્રીકટ ચેસ એશો. દ્વારા બાલભવન રેસકોર્ષ ખાતે આઝાદ સંદેશ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જેના પ્રથમ, દ્વિતીય, તૃતિય વિજેતાઓમાં યુ-૭ કિયાન પટેલ, આયુષ દવે, હેરીન પટેલ, યુ-૯ ઉદય પટેલ, વેદ ભંડેરી, સ્વાયામ ચુડાસમા, યુ-૧૧ દક્ષ પરમાર, ક્રિશ તન્ના, મનન અકબરી, યુ-૧૩ જતીન પંડયા, હીમનીશ બાબરીયા, વત્સલ પરીખ, યુ-૧૫ અક્ષીત કાચા, હીર બાબરીયા, જૈવીન મહેતા, યુ-૧૭ અક્ષર ઝાલા, ભાગ્ય પરમાર, રાહીલ બાબરીયા, લેડીઝ નંદની લખવાની, ગરવી શાહ, યશ્વી મારવાણીયા જાહેર થયા  હતા. વિજેતા ખેલાડીઓને આઝાદ સંદેશના રવિભાઇ ટંડન તથા સિધ્ધાર્થ જેમ્સના ચંદ્રકાંતભાઇ પારેખ તેમજ ડો.નિમીષ પરીખ તથા ડો.હિરલબેન પરીખ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ તથા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા. ટુર્ના.માં આર્બીટર તરીકે મહેશભાઇ ચૌહાણ અને અતુલભાઇ માંકડીયાએ સેવા આપી હતી. તેમજ રાજુભાઇ લખલાણી, ધવલ શાહ, રીનાબેન કાચા, હીમાલીબેન શાહ, મહેશભાઇ જોશી તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળતાપુર્વક પુર્ણ કરી હતી. વિજેતા ખેલાડીઓને આઝાદ સંદેશના વિજયભાઇ ત્રિવેદી તેમજ આરડીસીએના ટ્રસ્ટી કૌશીકભાઇ સોલંકી તથા નિરજભાઇ શાહ તથા નિશ્ચલભાઇ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:46 pm IST)