Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

એટ્રોસીટી કેસમાં પકડાયેલ આરોપીઓનો સ્પે. અદાલત દ્વારા નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૩: રાજકોટની સ્પેશ્યલ કોર્ટે એટ્રોસીટી કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એ મુજબ છે કે આ કેસના ફરીયાદી સંજય ગોવિંદભાઇ કે જેઓ રાજકોટમાં ઘનશ્યામનગર શેરી નં.૧ના  ખુણે સમ્રાટ સર્વિસ સ્ટેશનના નામથી મોટર સાયકલ સર્વિસ કરવાનુ કામ કે છે ત્યાં આ કામના આરોપીઓ (૧)તોસીફ ઉર્ફે બોઘો, (૨)તોફીક હનીફ, (૩)આઝાદ સીદીકભાઇ, (૪)સહેજાદ હનીફ ફરીયાદીની દુકાને સ્કુટર રીપેર કરવા આવેલા હતા. ત્યારે ફરીયાદીએ તેના રીપેરના પૈસા માંગતા અને અગાઉ ના પૈસા માંગતા તે બાબતનો ખાર રાખી આરોપીઓ એક સંપ કરી ફરીયાદીની દુકાને આવી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી તેમજ જાનથી માર નાંખવાની ધમકી આપી અને તલવાર વતી ફરીયાદીની દુકાનના બોર્ડને નુકશાન કરેલ.

આ બાબતની ફરીયાદ ફરીયાદીએ ભકિતનગર પોલીસમાં નોંધાવેલ હતી. ત્યારબાદ ચાર્જશીટ આવતા આ કેસ શરૂ થતા ફરીયાદી તથા જુદા જુદા સાક્ષીઓની જુબાની લેવામાં આવેલ જેમાં ફરીયાદ પક્ષ પોતે પોતાનો કેસ સાબિત કરી શકેલ ન હોય તેમજ અન્ય સાહેદો ફરીયાદ પક્ષ ને સમર્થન કર્તા ન હોય તેમજ આરોપીએ કયા શબ્દો દ્વારા ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરવામાં આવેલ હોય તે ચોક્કસ શબ્દોની હકીકત રેકર્ડ ઉપર રજુ થયેલ પુરાવાથી સાબિત થતુ ન હોય તેમજ ફરીયાદી આરોપીઓ વિરૂધ્ધ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ નહિ તેવુ કોર્ટે માની સ્પેશ્યલ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકેલ  છે.

ઉપરોકત કેસમાં આરોપી વતી યોગેશ ઉદાણી, કિશન વાગડીયા, અશોક જાદવ વકીલ તરીકે રોકાયેલા હતા.

(3:44 pm IST)