Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જીનિયસ ગ્રુપ દ્વારા ચાઇનાની યુનિવર્સિટી સાથે જોડાયા

રાજકોટઃ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ વિદ્યાર્થીઓને ગ્લોબલ એકસપોઝર મળે તેમજ વિદેશી ભાષા અને તેમની સંસ્કૃતિની સમજ મેળવી શકે તે માટે વિદેશની શાળાઓ સાથે ઇન્ટરનેટના માધ્યમથી સ્કાઇપ સેશન દ્વારા જોડાણો તો ઘણા વર્ષોથી યોજાય છે પરંતુ તાજેતરમાં જીનિયસ ગ્રુપના એજયુકેટરો દ્વારા ખાસ ચીનની હેનન યુનિવર્સીટીનો ૧૦ દિવસીય પ્રવાસ કર્યો જયાં તેમણે એકેડમીક એકસચેન્જ માટે એમઓયુ તેમજ સ્ટુડન્ટ એકસચેન્જ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે વિવિધ સમજુતીઓ કરી હતી. જીનિયસ ગ્રુપના સી.ઇ.ઓ. શ્રી ડિમ્પલ મહેતા સેકશન હેડ કાજલ શુકલ અને સ્પોર્ટસ હેડ મનિન્દર કૌર કેશપ દ્વારા ચાઇનાની હેનન નોર્મલ યુનિવર્સિટીની મુલાકાત કરવામાં આવી હતી. હાલમાં હેનન યુનિવર્સિટીમાં ર૧ સ્કુલના ર૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. આ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશિપ પુરી પાડે છે જેમાં ચાઇનિઝ ગવર્નમેન્ટ સ્કોલરશીપ, કોન્ફયુસીસ ઇન્સ્ટીટયુટ સ્કોલરશીપ હેનન ગવર્નમેન્ટ સ્કોલરશીપ તથા હેનન ચાઇનિઝ લેન્ગવેજ એન્ડ કલચર એજયુકેશન સ્કોલરશીપનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં હેનન યુનિવર્સિટી દ્વારા પ૮ દેશની ૧૦૦ જેટલી યુનિવર્સિટી અને એજયુકેશન ઇન્સ્ટીટયુટ સાથે એકેડમીક એકસચેન્જ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જીનિયસ ગ્રુપ દ્વારા ચાઇનાની હેનન યુનિવર્સિટી સાથે કરવામાં આવેલા કરારથી વિદ્યાર્થીઓને સ્કાઇપ દ્વારા ચાઇનાની સ્કુલના વિદ્યાર્થીઓ અને એજયુકેટરના લાઇવ સંપર્કથી વાર્તાલાપનો લાભ મળી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ચાઇનીઝ ભાષા શિખવાનો ચીનની સંસ્કૃતિક જાણવાનો અને ભારતીય સંસ્કૃતિક પ્રસ્તુત કરવા માટેની આદાન-પ્રદાનની તક મળશે.

(3:34 pm IST)