Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મુનિરાજ ભકિતયશ મ.સ. લીખીત ગૂંઢાઇ તત્વલોક ઉપાસનીય યશોલતા વ્યાખ્યા ઉપર વર્કશોપ : પૂ.આ.ભ. યશોવિજયજીની પધરામણી

ભારત સરકાર દ્વારા સોૈરાષ્ટ્ર યુનિ. ખાતે : તા. ૧૬ થી ૨૯ જુન દરમિયાન દેશભરના તજજ્ઞોનું વકતવ્ય : આજે રાત્રે જાગનાથ સંઘમાં મીટીંગ

રાજકોટ તા ૧૨ : પૂજય ગુરૂદેવ આચાર્ય ભગવત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિરાજશ્રી ભકિતયશ મહારાજ સાહેબે લખેલ ગૂઢાર્થતત્વાલોક ઉપરની '' યશો લતા'' વ્યાખ્યા ઉપર ભારત સરકારે એક વર્કશોપનું આયોજન કર્યુ છે.

વર્કશોપ ૧૬ થી ૨૯ જુન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે. વર્કશોપનો આરંભ સમારોહ ૧૬ જુને સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે થશે.

તા. ૧૬ ના રોજ પૂજય ગુરૂદેવશ્રી ૯ થી ૯.૧૫ સુધી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પધારશે, સમસ્ત ગુરૂભકત પરિવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ ખાતે એકત્ર થઇ આચાર્ય ભગવતને વાજતે ગાજતે મંગલ પ્રવેશ કરાવાશે. આ કાર્યક્રમની રૂપરેખા માટે આજરોજ જાગનાથ સંઘ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે પૂ.આ.ભ. યશોવિજયજી મ.સા. સમજ આપનાર છે.

(4:16 pm IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • નવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST