Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડા માટે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની ર૧ રેપીડ રિસ્પોન્સ ટીમ તૈનાત

ર૧ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરો સહીતનો સ્ટાફ ખડેપગે રહેશેઃ ઓ.આર.એસ. પેકેટ દવાઓનો જથ્થો તૈયારઃ વાવાઝોડા અગાઉ શહેરીજનોને વિવિધ તૈયારીઓ રાખવા માર્ગદર્શન

રાજકોટ તા. ૧રઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સામે રક્ષણ માટે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. જેની વિસ્તૃત માહીતી નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે આપી છે.

જેમાં જણાવાયું છે કે, ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રીના મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી તા.૧૨/૧૩/૧૪ જુન-૨૦૧૯ રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. જેની અસર સમગ્ર રાજયમાં થઈ શકે છે. તેના કારણે અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ અતિભારે વરસાદ થવાની શકયતા છે. આ સંજોગોમાં વાવાઝોડા દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને સાવચેતીના ભાગરૂપે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

૧   દ્યરમાં બીમાર વ્યકિત માટે જરૂરી દવાનો સ્ટોક રાખવો. તેમજ દ્યરમાં જરૂરી પ્રાથમિક દવાઓ પણ રાખવી.

૨   તેમજ જીવન જરૂરિયાત માટે રોજીંદા દ્યર વપરાશની ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે કે નહી તે સુનિશ્વિત કરવું.

૩   રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દુર કરો.

૪   દ્યરમાં પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવો.

૫   ટોર્ચ, ચાર્જીંગ લાઈટ, મોબાઈલ વિગેરે વિદ્યુત ઉપકરણો ચાર્જ કરી રાખવા. તેમજ મેચ બોકસ (માચીસ), ઈમરજન્સી લાઈટ, મીણબતી, ફાનસ હાથવગા રાખવા.

૬   દ્યરના વાહનોમાં ઈંધણ (પેટ્રોલ/ડીઝલ) ભરાવી ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા.

૭   જર્જરીત મકાન કે વૃક્ષ, હોર્ડિંગ બોર્ડ નીચે / નજીક આશ્રય ન લેવો.

૮   જ્પ્, રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સુચનાઓનો અમલ કરો.

૯   ઢોર ઢાખરને ખુંટેથી છુટા કરી રાખવા જરૂર જણાયે સલામત સ્થળે લઈ જવા.

૧૦  વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહી.

૧૧  વાવાઝોડાના સમયે મુસાફરી કરવી નહી.

૧૨  પાણીના સ્રોતો, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેવું નહી.

૧૩  ખોટી અથવા અધુરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

૧૪  અગત્યના ફોન નંબર ફાયર, પોલીસ, વિઝીલન્સ, કંટ્રોલ રૂમ વગેરે ઈમરજન્સી નંબર સેવ રાખવા.

વાવાઝોડા દરમ્યાન ૅં-

- જર્જરીત મકાન કે વૃક્ષા નીચે આશ્રય લેવો નહી.

- વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવુ નહી.

- વાવાઝોડા સમયે મુસાફરી કરવી હિતાવહ નથી.

- વીજ પ્રવાહ કે ગેસ કનેકશન બંધ કરી દેવા.

- ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો, જર્જરીત ઈમારતો નજીક ઉભા રહેશો નહી.

- ખોટી અફવા પર ભરશો કરવો નહી કે ફેલાતી અટકાવવી. આધારભુત  સુચનાઓનો નેજ અનુસરવી.

વાવાઝોડા બાદ

૧   બચાવ કામગીરી માટે જરૂર જણાયે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કંટ્રોલ રૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.

૨   પોતાના વિસ્તારના અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.

૩   રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના આરોગ્ય કેન્દ્રો ખાતે જરૂર પ્રાથમિક સારવાર મેળવવી તેમજ વધુ તબીબી સારવાર જરૂરિયાત હોય તો સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર મેળવવી.

૪   વધુ પડતી આકસ્મિક તકલીફ હોય તો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવો.

આરોગ્ય શાખાની પૂર્વ તૈયારી

માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા વાવાઝોડા દરમ્યાન આરોગ્યલક્ષી કામગીરી કરવા તેમજ આકસ્મિક પરિસ્થિતિને પહોચી વળવા આરોગ્યની ૨૧ રેપીડ રીસ્પોન્સ ટીમ તૈયાર કરેલ છે. તેમજ તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર પર પુરતો દવાઓનો જથ્થાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ આરોગ્ય વિભાગના સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવેલ છે.

રેપીડ રીસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવેલ છે.

૧-મેડીકલ ઓફીસર

 ૧-આર.બી.એસ.કે. એમ.ઓ., ૧-ફાર્માસિસ્ટ, ૧-એ.એન.એમ. તમામ જરૂરી સાધન સામગ્રી તથા જરૂરી દવાના જથ્થા સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

૨   આરોગ્ય વિભાગના મેડીકલ તથા પેરા મેડીકલ સ્ટાફની મીટીંગ લઈ ટ્રેનીંગ આપેલ છે.

૩   બધાજ પ્રકારની એપીડેમીક ડ્રગનો પુરતો જથ્થો તમામ આરોગ્ય કેન્દ્ર પર રાખવામાં આવેલ છે.

૪   આરોગ્ય કેન્દ્ર પરના સ્ટાફની રજાઓ રદ કરેલ છે અને પોતાના ફરજ સ્થળ પર હાજર રહેવા જણાવેલ છે.

૫   કલોરીન ટેબલેટ તથા બ્ય્લ્ પેકેટનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવેલ છે.

૬   તા. ૧૨-૬-૧૯, ૧૩-૬-૧૯ તથા ૧૪-૬-૧૯ ના રોજ તમામ ફિલ્ડના સ્ટાફે તેમના વિસ્તારમાં ફરજ બજાવવા તથા ફિલ્ડમાં કરવામાં આવતી કામગીરીનું દ્યનિષ્ઠ સુપરવિઝન અને મોનીટરીંગ કરવા જણાવવામાં આવેલ છે.

૭   સિવિલ હોસ્પિટલ અને ઞ્સ્ધ્ ચ્પ્ય્ત્ ૧૦૮ ના અધિકારીઓ સાથે સંકલન કરેલ છે. તેમજ કોઈ પણ ઈમરજન્સી સર્જાય તો તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

૮   રાજકોટ મહાનગરપાલિકા - ફલડ કંટ્રોલ રૂમ ફોન ૅં ૦૨૮૧-૨૨૨૫૭૦૭  - ૦૨૮૧-૨૨૨૮૭૪૧

૯   અર્બન મેલેરીયા સ્ટાફને દરેક આરોગ્ય કેન્દ્રમાં સાધન સામગ્રી તથા દવા સાથે તૈયાર રાખેલ છે.

મેડીકલ ઈમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ ની વ્યવસ્થા

(૧)     ત્રિકોણ બાગ     ડો. આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ઓફીસ (૨) હોસ્પિટલ ચોક   ટ્રાફિક ભવન, આજી ડેમ ચોકડી (૩) હડમતાળા    પુનીતનગર પાણીના ટાંકા પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૪)  ગ્રીન લેન્ડચોકડી સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ, પેડક રોડ (૫)    બેડીપરા         બેડીપરા ફાયર બ્રિગેડ પાસે, પાંજરાપોળ પાસે, બેડીપરા (૬)       રૈયાધાર રામાપીર ચોકડી ફાયર બ્રિગેડ પાસે,૧૫૦ ફુટ રીંગ રોડ (૭) કોઠારીયા રોડ   સરદાર પટેલ સ્વીમીંગ પુલ, કોઠારીયા રોડ (૮)     કાલાવડ રોડ    રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન ઓફીસ, બીગ બઝાર પાછળ, કાલાવડ રોડ (૯)     ઢેબર રોડ       સ્વામી નારાયણ ગુરુકુળ પાણીના ટાંકા પાસે, ઢેબર રોડ (૧૦)       મેટોડા         ડેકોરા ભવન, ગેટ નં.-૩, મેટોડા

(3:48 pm IST)
  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST